મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સને સારી સુવિધા આપવા માટે સતત નવા ફિચર્સ અપડેટ કરી રહી છે. આ ફિચર્સને અપડેટ કરવાથી યૂઝર્સને એપનો ઉપયોગ કરવાનો સરળતા રહેશે. અહીં તમને વોટ્સએપના એવા જ અમુક ફીચર્સ વિષે જણાવાવમાં આવ્યું છે.
આ ફિચરથી તમને ખબર પડશે કે WhatsAppએ તમારો કયો ડેટા કલેક્ટ કર્યો છે. તમે ઈચ્છો તો તે ડેટા ડાઉનલોડ પણ કરી શકો છો. આ માટે તમારે સેટિંગમાં અકાઉન્ટ સેક્શનમાં જઈને રિક્વેસ્ટ મોકલવાની રહેશે. આગામી ત્રણ દિવસમાં WhatsApp તમને ડેટા ઉપલબ્ધ કરાવશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
WhatsAppએ પોતાના iOS એન્ડ્રોઇડ અને વિન્ડોફ ફોન યૂઝર્સ માટે રિસ્ટ્રિક ગ્રુપ ફિચર શરૂ કર્યુ છે. આ ફિચરથી ગ્રુપમાં મેસેજ મોકલનારની પરમિશન માત્ર એડમિનની હશે ગ્રુપના બાકીના મેમ્બર્સ માત્ર મેસેજ વાંચી શકશે. જો એડમિન પરમિશન ન આપે તો મેમ્બર્સ ગ્રુપમાં ફોટો વીડિયો અને ડૉક્યૂમેન્ટ નહીં મોકલી શકે.
ફેસબુક એક એવા નવા ફિચર પર કામ કરી રહ્યુ છે જેનાથી હવે ફેસબુક પોસ્ટને ડિરેક્ટ WhatsApp પર શૅર કરી શકાશે. જોકે ફેસબુક અને WhatsAppએ આ વિશે કોઇ સત્તાવાર જાણકારી આપી નથી પરંતુ અમુક યુઝર્સનો દાવો છે કે આ ફીચર તેમને ફેસબુક એપ પર મળી ગયું છે.
એન્ડ્રોઈડ બિઝનેસ એપ માટે WhatsAppએ ચેટ ફિલ્ટર્સ ફીચર શરુ કર્યું છે જેનાથી WhatsApp બિઝનેસ અકાઉન્ટ્સના એડમિન મેસેજને સરળતાથી શોધી શકાશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે એડમિને માત્ર સર્ચ બાર પર ટેપ કરવાનું રહેશે.
WhatsAppએ ગ્રુપ વીડિયો કૉલિંગ ફિચરની ટૂંક સમયમાં શરૂ કરવાની વાત કરવામાં આવી છે પરંતુ કેટલાક એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સનું કહેવું છે કે તેઓ આ ફિચરનો ઉપયોગ કરી ચૂક્યા છે. આ ફિચરને WhatsApp પર વન ટૂ વન વીડિયો કૉલિંગ દરમિયાન જોઇ શકાય છે. કૉલ દરમિયાન રાઇટ કોર્નર પર એક નાનું આઇકન દેખાશે જેના પર ટેપ કરવાથી અન્ય લોકોને કૉલમાં જોડી શકાય છે.