બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / These 5 Indian players can single-handedly turn the tide of the IND vs NZ ODI series, see list

સ્પોર્ટ્સ / એકલા હાથે આ 5 ભારતીય પ્લેયર્સ પલટી શકે છે આખી IND vs NZ વનડે સિરીઝનું પાસું, જુઓ લિસ્ટ

Megha

Last Updated: 12:04 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.

  • ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે T20 સીરીઝ રમશે
  • ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડ માટે ખતરો સાબિત થશે આ ખેલાડીઓ 
  • આ 5 ભારતીય ખેલાડીઓથી ન્યુઝીલેન્ડની ટીમે બચીને રહેવાની જરૂર છે

શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા તેના નવા મિશન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સીરીઝ રમવાની છે અને એ પછી ટીમ ઈન્ડિયા T20 સીરીઝ પણ રમશે.

આ સાથે જ આપણે બધા જાણીએ છીએ કે સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20I સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ સાથે જ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે. 

1. શુભમન ગિલ
ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે એ લિસ્ટમાં પહેલા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું નામ આવે છે. અઆપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં કુલ 58 રન બનાવ્યા હતા. તે જ સમયે, ગિલે ODI સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 127 રન બનાવ્યા છે.

2. સૂર્યકુમાર યાદવ
બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ છે આવે છે. શ્રીલંકા સામેની T20 સીરિઝમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી મેચમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે ત્રણ મેચની T20 સીરિઝમાં કુલ 170 રન બનાવ્યા હતા.

3. હાર્દિક પંડ્યા
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે, જેણે શ્રીલંકા સામેની T20 સીરીઝમાં કુલ 45 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ લીધી. આ સાથેજ એમને ODI સીરિઝ બે મેચ રમી રહ્યા હતા ત્યારે પંડ્યાએ 50 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. ભલે પંડ્યાએ આ સીરિઝમાં કંઈ ખાસ કર્યું નથી પણ તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 માં ટીમની કમાન સોંપવામાં આવી છે. 

4. કુલદીપ યાદવ
આ લિસ્ટમાં કુલદીપ યાદવનું નામ ચોથા નંબર પર છે. કુલદીપ યાદવે શ્રીલંકા સામેની વનડે સીરિઝની બે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી અને એ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર બોલિંગ કરીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને કુલદીપ યાદવથી ખતરો હોઈ શકે છે.

5. ઉમરાન મલિક
આ યાદીમાં છેલ્લા નંબર પર ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. જણાવી દઈએ કે ઉમરાને શ્રીલંકા સામેની T20 અને ODI સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેને T20 સિરીઝમાં કુલ 7 વિકેટ લીધી હતી. આ સાથે જ ODI સિરીઝમાં ઉમરાને બે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ T20 Series ind vs nz ઇન્ડિયા VS ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝ ટીમ ઈન્ડિયા Ind vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ