બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / ગળામાંથી ઉતરતાની સાથે જ પથ્થર બની જાય છે આ 5 ફૂડ્સ, રોજની આદત હોય તો ચેતી જજો!
Last Updated: 03:09 PM, 4 December 2024
પિત્તાશયની પથરી (ગોલબ્લેડર સ્ટોન્સ) એ એક એવી બીમારી છે જેમાં પિત્તાશયમાં સ્ટોન્સ બનાવા લાગે છે. આ પથરીના વિકાસમાં ખોરાકનો મોટો ભાગ હોય છે. પિત્તાશય યકૃતના પાછળના ભાગમાં હાજર હોય છે જે પિત્તથી ભરેલું હોય છે જે ખોરાકના પાચન માટે જરૂરી છે. પરંતુ કેટલાક ખોરાક તેમાં જાય છે અને પથ્થરની જેમ જામી જાય છે. આ એક ગંભીર સમસ્યા છે જેનાથી ઘણા લોકો પીડાતા હોય છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતના લોકો અને મહિલાઓમાં આ બીમારીનું જોખમ વધારે હોય છે. તો ,જો પથરી વધી જાય તો ઓપરેશનની પણ જરૂર પડી શકે છે. એટલે ના થાય તેના માટે પહેલેથી જ સાવચેતી રાખવી જોઇએ.
ADVERTISEMENT
લાલ માંસમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ વધારે હોય છે, જે પિત્તાશય પર અસર કરી શકે છે. આ ખોરાક વધારે ખાવાથી તેમને પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ વધી શકે છે. ચરબીયુક્ત ખોરાક જેમ કે તળેલા નાસ્તા, ફાસ્ટ ફૂડ, હેવી ક્રીમ જેવા ખોરાકો પિત્તાના સ્ત્રાવને વધારી શકે છે, જે પિત્તાશયમાં પથરીને મોટી કરી શકે છે. મીઠા અને ચરબીયુક્ત ખોરાકનો વધુ ઉપયોગ પિત્તાશયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તો શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ ખોરાકો ઝડપથી પચી જતા હોય છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારી શકે છે. આથી, કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે અને પિત્તાશયમાં પથરીની સંભાવના વધી શકે છે. સફેદ બ્રેડ, પાસ્તા અને અન્ય શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ પિત્તાશય માટે હાનિકારક હોઈ શકે છે. આ ખોરાક ઝડપથી પચી જાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારી શકે છે, જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી પિત્તાશયની પથરીનો ખતરો વધી જાય છે. ઠંડા પીણાં અને અન્ય મીઠા પીણાં પિત્તાશયને ઉત્તેજિત કરે છે. તેમાં ખાંડની માત્રા વધુ હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે અને ગાલ પર પથરીનું કારણ બને છે.
આ પણ વાંચો : દેશના દરેક પેટ્રોલ પંપ પર મળે છે આ સુવિધાઓ, જેના વિશે ભાગ્યે જ કોઇ જાણતું હશે
પિત્તાશયની પથરી માટે સારવાર
જો પિત્તાશયમાં પથરી મોટી થાય તો, તેને દૂર કરવાનો એકમાત્ર ઉપાય ઓપરેશન હોય છે. ઓપરેશન માટે 40,000થી 50,000 રૂપિયાનો ખર્ચ આવી શકે છે. પિત્તાશયની પથરીથી બચવા માટે આ ખોરાકોને ટાળો અને પિત્તાશયના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર અને જીવનશૈલી રાખો. જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે કોઈપણ માહિતી વાંચો, તો તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT