બોલીવુડ ફિલ્મો પહેલાથીજ સેન્સરમાંથી કાતરમાંથી પસાર થાય છે. ફિલ્મોમાંથી એવા સીન્સને કાપવમાં આવે છે જે સામાજિક મર્યાદામાં આપત્તિજનક હોય છે. પરંતુ આ ઉપરાંત પણ કેટલીક ફિલ્મો હજુ પણ એવી છે જેને તમે એકલતામાં જોઈ શકો છો પણ તમે ક્યારેય નહીં ઈચ્છો કે તમારા બાળકો આ ફિલ્મોને જોવે.
ફિલ્મ B.A.PASS એક એવી મૂી છે જે બાળકોના મગજ પર ખોટી અસર છોડી શકે છે. કેમકે એક વિદ્યાર્થીમાં માતા-પિતાના ગયા પછી બહેનોના ફ્યૂચર માટે એક મહિલા સાથે સંબંધોનો સમજૂતી કરવી પડે છે.
યશરાજ બેનરમાં બનેલી ફિલ્મ 'બંટી અને બબલી' બે ચોર પર આધારિત છે જેનાથી બાળકનું ભવિષ્ય ખોટી દિશામાં જઈ શકે છે.
ફિલ્મ ઈશકજાદેની કહાનીમાં એક સાધારણ છોકરો રાજનીતિક ઘરની છોકરી સાથે ચુપચાપથી લગ્ન કરી લે છે અને જ્યારે આ વાતની ખબર જ્યારે છોકરીના પરિવારને થાય છે ત્યારે હોબાળો મચે અને સાથે સાથે મારપીટ ગાળા-ગાળી પણ થાય છે જે બાળકો માટે સારી નથી.
ફિલ્મ 'દેવ ડી' પૂરી રીતે ડ્રગ્સ અને ડ્રિંકિંગ પર આધારિત છે જે બાળકોને ખોટા રવાડે ચઢાવી શકે છે અને તેમનુ જીવન પણ બરબાદ કરી શકે છે.
ફિલ્મ 'ગુંડે'ની કહાની બાળપણના બે દોસ્તો પર આધારિત છે જે એક-બીજા માટે જીવ આપવા માટે પણ તૈયાર રહે છે પરંતુ તે બંન્નેના જીવનમાં એક છોકરીના આવવાથી તેઓ એક બીજાના જીવ લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકોને આવી દોસ્તીનો પાઠ ભણાવવા નહીં માંગે.