These 4 names are at the forefront as the new President of Gujarat Congress, Rahul Gandhi will meet tomorrow
કમાન કોના હાથે? /
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે આ 4 નામો સૌથી મોખરે, રાહુલ ગાંધી કાલે કરશે મોટું કામ
Team VTV08:14 PM, 21 Oct 21
| Updated: 08:35 PM, 21 Oct 21
રાહુલ ગાંધી સાથે આવતીકાલે ગુજરાત કોંગ્રેસના 15 જેટલા મોટામાથા સાથે બેઠક કરશે, સેન્સ લઈ પ્રદેશ અધ્યક્ષનું નામ દિવાળી પહેલા જાહેર થશે તેવા સંકેત
ગુજરાત કોંગ્રેસ માટે મોટા સમાચાર
દિવાળી પહેલા જાહેર થશે અધ્યક્ષનું નામ
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના સંકેત
દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે તેવા સંકેત સામે આવી રહ્યા છે. તો દિવાળી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા પણ વાગી રહ્યા છે. મહત્વનું છે કે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રઘુ શર્મા જ્યારથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે ત્યારથી કોંગ્રેસને ગુજરાતમા બેઠી કરવા માથામણ કરી રહ્યા છે.અનેક દાવેદારો વચ્ચે રાહુલ ગાંધી કાલે નેતાઓ સાથે લાંબી બેઠક કરી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને એક કરી સેન્સ મેળવશે જે બાદ દિવાળી પહેલા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરી દેવાના એંધાણ છે.
આ ચહેરા પર કોંગ્રેસ લગાવી શકે છે દાવ
શક્તિસિંહ ગોહિલ
હાર્દિક પટેલ
ભરતસિંહ સોલંકી
અર્જુન મોઢવાડિયા
ધડમૂળથી બદલાશે ગુજરાત કોંગ્રેસનું માળખું
કોંગ્રેસ પોતાની ખરાબ છબીને સુધારવા માટે મોટું પરિવર્તન કરવા જઈ રહી છે. જેને લઈને સંગઠનની નેતાગીરીથી લઈને પ્રદેશના નેતાઓમાં ધરખમ ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે, હાલ તો ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતના માળખામાં પરિવર્તન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એક્શ મોડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌથી આગળ શક્તિસિંહ ગોહિલનું નામ ચાલી રહ્યું છે. તે બાદ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
રાહુલ ગાંધી સાથે કોની-કોની મુલાકાત?
અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરત સોલંકી
શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ
અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, નરેશ રાવલ
જીગ્નેશ મેવાણી, અશોક ગેહલોત,
રાજસ્થાનના CM અશોક ગેહલોતની ભૂમિકા મહત્વની
રાહુલ ગાંધી કોંગ્રેસના 15 જેટલા આગેવાનો સાથે આવતી કાલે બેઠક કરશે જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાબતે ચર્ચા કરવામાં આવશે,સમગ્ર મામલે હાલ કોંગ્રેસના સિનિયર નેતાઓની સેન્સ લેવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ નક્કી કરવા માટે અશોક ગેહલોતની પણ સેન્સ લેવાઈ રહી છે.હાલ તો રાહુલ ગાંધી સાથેની બેઠક પહેલા રધુ શર્મા ઉપરોક્ત તમામ ચહેરાઑ સાથે દિલ્હી દરબારમાં હાજર થઈ ગયા છે. કાલે રાહુલ ગાંધી સાથે બેઠકમાં નામ ચર્ચાયા બાદ દિવાળી પહેલા ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રદેશ અધ્યક્ષ