these 3 players can get place in fourth test in Ahmedabad
ક્રિકેટ /
IND vs ENG : ચોથી ટેસ્ટમાં થઈ શકે છે ત્રણ મોટા બદલાવ, આ ખેલાડીઓને મળી શકે છે તક
Team VTV01:26 PM, 27 Feb 21
| Updated: 01:47 PM, 27 Feb 21
ટીમ ઈન્ડિયા ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી આગળ છે. ત્યારે અમદાવાદમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી હતી. હવે ચોથી ટેસ્ટ પણ પોતાના નામે કરવા માટે ભારત પાસે સુવર્ણ તક છે. પણ ચોથી ટેસ્ટમાં ઈન્ડિયા ટીમમાં અમુક બદલાવ કરી શકે તેવી શક્યતા છે.
કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયો હતો
મોહમ્મદ સિરાજને સમાવી બુમરાહને આરામ અપાય તેવી શક્યતા
કુલદીપની ફીરકી પણ અજમાવી શકાય છે
શુભમન ગીલને રિપ્લેસ કરી શકે આ પ્લેયર
ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં એવા પ્લેયર્સને તક આપી શકે છે જેમને અત્યારસુધી સિરીઝમાં રમવાની તક નથી મળી. કે.એલ.રાહુલ ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયો હોવાને લીધે સિરીઝમાં રમી નહોતો શક્યો. ત્યારબાદ તેને ટીમમાં સમાવવાની તક નહોતી મળી. ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરનાર શુભમન ગીલનું પર્ફોર્મન્સ છેલ્લી બે મેચોમાં સારુ નથી રહ્યું જેથી તેની જગ્યાએ કે.એલ.રાહુલને તક મળે તેવી શક્યતા છે.
જસપ્રીત બુમરાહની જગ્યાએ આગામી અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. ત્રીજી ટેસ્ટમાં બુમરાહ અને ઈશાંતે ફક્ત 11 ઓવર નાંખી હતી. કેમકે બાકીનું બધુ કામ સ્પીનર્સે કરી લીધુ હતું. જેથી બની શકે છે કે આગામી ટેસ્ટમાં બુમરાહને આરામ આપીને મોહમ્મદ સિરાજને રમાડવામાં આવે.
કુલદીપ યાદવને ઘણા સમય બાદ બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી હતી. પણ તે મેચમાં તેને વધારે બોલિંગ આપવામાં આવી નહોતી. તેમ છતાં તેણે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ત્રીજી ટેસ્ટમાં તેને ટીમમાં સમાવવામાં આવ્યો નહીં. ત્રીજી ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર પાસે વધારે બોલિંગ કરાવવામાં આવી નહોતી અને અમદાવાદની પીચ ટર્ન લઈ રહી છે જેથી ચોથી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવે.
ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. જેથી હવે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલ પર પણ ટોપ પ્લેસ પર પહોંચી ગઈ છે. જેથી ઈંગ્લેન્ડની ટીમ હવે લોર્ડ્સ મેદાનમાં યોજાવા જનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.