બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાના કોચ રેસમાંથી બે દિગ્ગજોએ ઓફર ઠુકરાવી!, નામ ખેંચ્યા પરત, IPL કારણ?
Last Updated: 01:07 PM, 23 May 2024
ICC T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ સમાપ્ત થતાંની સાથે જ ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં, BCCI પહેલાથી જ ભારતીય ટીમ માટે નવા મુખ્ય કોચની શોધમાં વ્યસ્ત છે.
ADVERTISEMENT
RICKY PONTING CONFIRMS HE WAS APPROACHED BY THE BCCI FOR THE HEAD COACH POST. 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 23, 2024
- Ponting has declined the offer as he doesn't want to stay away from his family. pic.twitter.com/N42iddMWNC
ADVERTISEMENT
જો કે મુખ્ય કોચ બનવાની આ રેસમાં ઘણા ખેલાડીઓ સામેલ છે, પરંતુ એક પછી એક દિગ્ગજ ખેલાડીઓ આ જવાબદારી સંભાળવાનો ઇનકાર કરી રહ્યા છે. રાહુલ દ્રવિડ પહેલા જ પોતાનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કરી ચૂક્યો છે. આરસીબીની હાર બાદ બેંગલુરુના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે પણ આ માટે ના પાડી દીધી હતી. હવે વધુ એક પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની ના પાડી દીધી છે.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે BCCI દ્વારા તેમને ભારતના આગામી મુખ્ય કોચ બનવા માટે તાજેતરમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. રિકી પોન્ટિંગે કહ્યું, “મને ટીમ ઈન્ડિયાનો વરિષ્ઠ કોચ બનવું ગમશે, પરંતુ મારી પાસે મારા જીવનમાં બીજી વસ્તુઓ છે અને હું થોડો સમય ઘરે વિતાવવા માંગુ છું… દરેક વ્યક્તિ જાણે છે કે જો તમે ભારતીય ટીમ સાથે કામ કરો છો તો તમને આઈપીએલની કોઈપણ ટીમમાં સામેલ કરી શકાશે નહીં.'
Ricky Ponting confirms BCCI approached him for the Head coach post of Team India...!!!!! 🇮🇳
— Tanuj Singh (@ImTanujSingh) May 23, 2024
- Ponting gas declined the offer of BCCI because he doesn't want stay from his family. pic.twitter.com/tiLeRYikMm
આગળ એમને એમ પણ કહ્યું કે, 'હું IPLમાં દિલ્હી કેપિટલ્સનો મુખ્ય કોચ છું. જો હું ભારતીય ટીમનો મુખ્ય કોચ બનું તો એક વર્ષમાં 10 થી 11 મહિનાની ફરજ છે. હું અત્યારે આટલો સમય આપી શકતો નથી, આ સમય મારા જીવનમાં યોગ્ય નથી. હું મારા પરિવારને સમય આપવા માંગુ છું, તેથી જ હું મુખ્ય કોચ નથી બની શકતો.'
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ આ ભૂમિકા માટે ગૌતમ ગંભીર, રિકી પોન્ટિંગ, સ્ટીફન ફ્લેમિંગ અને જસ્ટિન લેંગર જેવા દિગ્ગજોનો સંપર્ક કર્યો છે. ગંભીર અને ફ્લેમિંગે અત્યાર સુધી આ અંગે કંઈ કહ્યું નથી પરંતુ પોન્ટિંગની જેમ જસ્ટિન લેંગરે પણ પહેલેથી જ ના પાડી દીધી છે. ખાસ વાત એ છે કે આ તમામ નામ અલગ-અલગ IPL ટીમો સાથે કોચ/મેન્ટર તરીકે જોડાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.