ICC World Cup 2019 માટે કંઇક આવી હશે ટીમ ઇન્ડિયા, જુઓ કયા ખિલાડીઓ શામેલ

By : juhiparikh 12:19 PM, 06 February 2019 | Updated : 12:19 PM, 06 February 2019
ટીમ ઇન્ડિયાના વનડેમાં શાનદાર ફોર્મ ચાલુ રાખતા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પોતાના નામે કરી હતી. વિદેશી ધરતી પર રમાયેલી છેલ્લી 10 વનડે મેચમી સમાપ્તિ સાથે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા લગભગ નક્કી થઇ ગઇ છે. આ વર્ષે થનારા ICC વર્લ્ડકપ માટે પોતાની અંતિમ ટીમ મોકલવાની અંતિત તારીખ 23 એપ્રિલ છે અને તેના પહેલા ટીમ ઇન્ડિયા હજુ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની વધુ એક સીરિઝ રમશે. જેનો સીધો મતલબ છે કે ટીમમાં સિલેક્શનનો અંતિમ રાઉન્ડ હજુ બાકી છે અને ફાઇનલમાં 15માં પોતાની જગ્યા પાક્કી કરવા માટે પ્લેયર્સ પાસે છેલ્લી તક છે. 

વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 13 પ્લેયર્સ તો લગભગ નક્કી થઇ ગયા છે. અંતિમ ઇલેવનનું સિલેક્શન લગભગ આ 13 ખેલાડીઓમાંથી જ થશે. હજુ પણ 2 જગ્યાએ એવી છે જેના પર ઘણા પ્લેયર્સની દાવેદારી નોંધાયેલી છે. જેમાં એક બેકઅપ ઓપનર અને બીજો બેકઅપ પેસર છે. વર્લ્ડકપ લાંબી ટૂર્નામેન્ટ છે અને ઈજા થવાનો ડર હંમેશા રહે છે. ટીમ પાસે મિડલ ઓર્ડરમાં બેકઅપ માટે ઘણા પ્લેયર્સ છે. 2 વિકેટકીપર પણ છે અને કેદાર જાધવને ગણીને 3 સ્પીનર્સ છે. 

ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ બની ચૂકેલા જસપ્રીત બુમરાહ આરામમાં છે, પરંતુ પ્લેઇંગ ઇલેવન માટે તે પહેલી પસંદ હશે. મોહમ્મદ શમી ફોર્મમાં છે. જ્યારે ભુવનેશ્વર કુમાર શરૂઆતની વિકેટ ઝડપી લેવામાં માસ્ટર છે. આ 3 પેસર્સ પહેલી પસંદ હશે. તેમ છતાં એક સ્પેશિયલ બોલર બેકઅપ તરીકે જરૂર પડશે. આ માટે ઉમેશ યાદવ અને ખલીલ અહેમદ મોટા દાવેદાર છે. 

ટીમમાં ઓપનિંગ એક એવી જગ્યા છે જેમાં બેકઅપ જરૂરી છે. આ જગ્યા માટે લોકેશ રાહુલ અને શુભમન ગિલ 2 સૌથી મોટા દાવેદાર છે. ગિલનું ફોર્મ ન્યૂઝીલેન્ડમાં સારુ નથી રહ્યુ, પરંતુ મેનેજમેન્ટને હજુ તેના પર વિશ્વાસ છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારી તક મળશે. બીજી તરફ કે.એલ.રાહુલને ફોર્મમાં પાછા આવવા માટે બોર્ડ તક આપી રહ્યુ છે. જો તેણે પોતાના ફોર્મમાં પરત આવી જાય તો રોહિત, શિખરના બેકઅપ તરીકે તેની પસંદગી કરી શકાય છે .

ટીમ ઇન્ડિયામા વિજય શંકર જેવા પ્લેયર પણ છે. જેનું ફોર્મ સંતોષજનક રહ્યુ છે, પરંતુ તેના માટે અંતિમ 15માં સ્થાન મેળવવું મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે. આ ઉપરાત ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા પણ પોતાના નસીબ ચમકવાની રાહ જોઇ રહ્યા છે. તેમનુ ફોર્મ ખરાબ નથી રહ્યુ. જાડેજા અંતિમ 15માં નહીં હોય કારણ કે કુલદીપ-ચહલની જોડી ધૂમ મચાવી રહી છે. આવું જ ઋષભ પંત સાથે થઈ શકે. જો ધોની અને કાર્તિકને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવે છે તો તેનું સ્થાન સંકટમાં છે. 

વર્લ્ડ કપ માટે સંભવિત 13 પ્લેયર્સ:

ઓપનર્સ: રોહિત શર્મા, શિખર ધવન
મિડલ ઓર્ડર: વિરાટ કોહલી, અંબાતી રાયડૂ
વિકેટકીપર: મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક
ઓલરાઉન્ડર: કેદાર જાધવ, હાર્દિક પંડ્યા
સ્પિનર: કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
પેસર: જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર

અંતિમ 2 સ્થાનની રેસમાં આ ખિલાડીઓ થઇ શકે છે શામેલ:

ખલીલ અહેમદ, ઉમેશ યાદવ, શુભમન ગીલ, લોકેશ રાહુલ 



Recent Story

Popular Story