સાવચેતી / કોરોના વાયરસને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થર્મલ ચેકીંગ હાથ ધરાયું

કોરોના વાયરસને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ હાલ થર્મલ ચેકીંગ હાથ ધરાયું છે. કોરોના વાયરસે આજે 100થી વધુ દેશોને ઝપેટમાં લીધા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે, હોળીની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે મોટી સંખ્યામાં લોકો આવી શકે છે. આ શક્યતાને જોતા થર્મલ ચેકીંગ હાથ ધરાયું હતું. આજે સવાર થી અત્યારસુધીમાં 20 જેટલા પ્રવાસીઓનું ટેમ્પરેચર 100 કરતા વધુ આવતા તેમને નોર્મલ ચેકીંગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેડિકલ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ પરંતુ કોરોના વાયરસનો કોઈ પણ પોઝિટિવ કેશ હાલ સુધી નોંધાયો નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ