બ્રેકિંગ ન્યુઝ
VTV / There will be so much increase in petrol and diesel prices tomorrow, know the update
Hiralal
Last Updated: 08:30 AM, 28 March 2022
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ખૂબ વધ્યાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર પડી છે જેને કારણે ભાવમાં વધારો થયો છે.આને કારણે છેલ્લા 6 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 વાર વધારો થયો છે. આજે ફરીવાર કિંમતો વધવાની છે. આજે સવારના 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના છે.
કેટલી વધી કિંમત
સોમવાર સવારના 6 વાગ્યે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો થશે. 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું શરુ થયું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધી ફક્ત એક દિવસને બાદ કરતા દરરોજ કિંમતો વધી રહી છે. 28 માર્ચનો વધારો ધ્યાનમાં લેવામાં આવે તો 6 દિવસમાં પેટ્રોલ 4 રુપિયા અને ડીઝલ 4.10 રુપિયા મોંઘુ થયું છે.
ADVERTISEMENT
કેટલી થઈ જશે કિંમતો
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.41 રુપિયા અને ડીઝલની કિંમત 90.77 રુપિયા, મુંબઈમાં પેટ્રોલની કિંમત 143.86 રુપિયા અને ડીઝલની કિંમત 98.46 રુપિયા, ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 105.18 રુપિયા જ્યારે ડીઝલનો ભાવ 95.33 રુપિયા અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ 108.81 રુપિયા અને ડીઝલનો ભાવ 93.90 રુપિયા થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.