Team VTV07:50 AM, 04 Feb 23
| Updated: 07:56 AM, 04 Feb 23
કાતિલ ઠંડી વચ્ચે હવે ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળશે. આગાહી મુજબ રાજ્યમાં આજથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધશે.
આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે
આજથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી વધશે
આગામી સપ્તાહથી ગરમીમાં થશે વધારો
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઇ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને નોકરી જવા મજબૂર બન્યા છે. જોકે, બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.
પ્રતિકાત્મક તસવીર
લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. આજથી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. આજથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. આગામી સપ્તાહથી ગરમીમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન આજે 14 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે.
4 ફેબ્રુઆરીથી રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે
હવામાન વિભાગની કચેરીની આગાહી મુજબ, રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે. આજે નલિયાનો અપવાદ છોડતાં રાજ્યનાં તમામ પ્રમુખ શહેરોમાં 10 ડિગ્રીથી વધુ ઠંડી નોંધાઈ હતી.
પ્રતિકાત્મક તસવીર
'માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના'
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શક્યતા રહેશે.