There will be no heat in the Statue of Unity even in summer, no AC, only natural cooling, know what is planned
નર્મદા /
ભરઉનાળે પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં નહીં લાગે ગરમી, AC નહીં પ્રાકૃતિક રીતે જ મળશે ઠંડક, જાણો શું છે આયોજન
Team VTV05:25 PM, 24 Feb 23
| Updated: 07:21 PM, 24 Feb 23
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી ઉનાળુ વેકેશન ને લઈને તંત્ર સજ્જ બન્યું છે. ઉદિત અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી રહી છે.
SOUમાં ઉનાળુ વેકેશન માટે તંત્ર સજ્જ
ગરમીનો અહેસાસ ન થાય તે માટેની વ્યવસ્થાઓ
SOUમાં 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવશે
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી ઉનાળુ વેકેશન ને લઈને તંત્ર સજ્જ બન્યું છે. અને પ્રવાસીઓને ગરમીનો અહેસાસ ના થાય એ માટે સીઈઓ ઉદિત અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી રહી છે. ઉનાળા વેકેશન બાદ મોન્સૂન ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 15 થી 20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે અને શનિ રવિ ની રજાઓ માં પ્રવસીઓની સંખ્યા 30 હજાર કરતા વધુ થઇ જાય છે.
એન્ટ્રી ગેટ થી લઈને સ્ટેચ્યુ સુધી કેનોપી લગાડવામાં આવ્યા છે
ત્યારે હવે ગરમી વધી રહી છે ઉનાળો આવી રહ્યો છે પ્રવાસીઓને કોઈ તકલીફના પડે, ગરમીનો અહેસાસ SOU પર આવીને ના થાય એ માટે સત્તામંડળ કામે લાગી ગયું છે. ખાસ કરીને એન્ટ્રી ગેટ થી લઈને સ્ટેચ્યુ સુધી કેનોપી લગાડવામાં આવ્યા છે એટલે છાંયડો મળતા તાપ ઓછો લાગે જેના પર પણ સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવશે. લૉંગટર્મ, મીડ ટર્મ અને શોર્ટ ટર્મ આમ ત્રણ પ્રકારે આયોજન કર્યું છે.
SOU ની આજુબાજુમાં વધુ 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવશે
લોન્ગ ટર્મ માં આજુબાજુમાં SOU ની આજુબાજુમાં વધુ 1.5 લાખ વૃક્ષો વાવવામાં આવશે.પીવાના પાણી મફત માં આપવામાં આવશે, ટોયલેટ બ્લોક વધારવામાં આવશે. આ સાથે ટિકિટ બારીઓ બસોની સુવિધાઓ વધારી પ્રવાસીઓ ને કોઈપણ જાતની તક્લીફ ના પડે એ તમામ બાબતો ને ધ્યાનમાં રાખવાની વાત હાલ તંત્ર કરી રહ્યું છે.