બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આગામી 7 દિવસ ગુજરાત બનશે અગનગોળો, તો આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા

હવામાન / આગામી 7 દિવસ ગુજરાત બનશે અગનગોળો, તો આ તારીખોમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા

Last Updated: 08:33 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે.. રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજથી 6 દિવસ રાજ્યમાં યલો-ઓરેન્જ એલર્ટ જોવા મળશે. જેમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

અમદાવાદમાં બફારાથી લોકો હેરાન-પરેશાન છે. સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે.. રાજકોટમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.. રાજ્યના 8 શહેરોનું તાપમાન 40ને પાર પહોંચ્યું છે.. અમદાવાદ 41.8 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. ડીસામાં 42.2, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત, જાણો ક્યારે પ્રસિદ્ધ કરાશે ધો. 10-12નું પરિણામ

હવામાન ખાતાની આગાહી પર નજર કરીએ તો ...

28 એપ્રિલ: 43 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

29 એપ્રિલ: 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

30 એપ્રિલ: 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

01 મે: 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

02 મે : 44 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે

03 મે: 43 ડિગ્રી સુધી તપામાન પહોચી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે ગુજરાતના હવામાન અંગે જણાવતા કહ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું તેમણે જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Weather Update,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ