બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર! કયા ખેલાડીને મળશે તક?
Last Updated: 08:19 PM, 25 June 2024
India Playing 11 Against England: T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. જાણો આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપમાં રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ભારતીય સમય અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 27 જૂને સવારે રમાશે. ત્યાર બાદ તે જ રાત્રે બીજી સેમિફાઇનલ રમાશે. T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. અહીં જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે કેવી હોઈ શકે છે.
શું યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને મળશે તક?
ADVERTISEMENT
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સેમિફાઇનલ મેચમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. જો કે કિંગ કોહલીનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. આ ટુર્નામેન્ટમાં તે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. તેમ છતાં કેપ્ટન રોહિત સેમિફાઇનલમાં ફરી એકવાર તેના પર ભરોસો રાખી શકે છે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને ફરી એકવાર બેંચ પર બેસવું પડી શકે છે.
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ત્રીજા નંબર પર જોવા મળશે. આ પછી T20 ફોર્મેટમાં વિશ્વમા નંબર વન બેસ્ટમેન સુર્યકુમાર યાદવ આવશે. શિવમ દુબે ફરી એકવાર પાંચમા નંબર પર રમી શકે છે. આવી સ્થિતિમાં સંજુ સેમસને બેંચ પર બેસવું પડશે. ત્યારબાદ હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. હાર્દિક આ વર્લ્ડ કપમાં બોલ અને બેટ બંનેથી ઉપયોગી રહ્યો છે.
રોહિત ફરી ત્રણ સ્પિનરો ઉતારી શકે છે
સ્પિન વિભાગમાં ફરી એકવાર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની ત્રિપુટી લયમાં જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે જાડેજા અને અક્ષર બેટથી પણ ટીમમાં યોગદાન આપી શકે છે. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ ફાસ્ટ બોલિંગ કરતા જોવા મળશે. આ બંનેને સપોર્ટ કરવા માટે હાર્દિક પંડ્યા પણ ટીમમાં છે.
ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંઘ.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.