બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:24 PM, 23 March 2025
ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર (PFI) દ્વારા વેચવાલીમાં હવે ઘટાડો આવી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર ચિંતાઓ ઘટવા અને રશિયા-યુક્રેન યુદ્ધમાં આંશિક શાંતિની આશાઓ વચ્ચે એફપીઆઇએ ગત્ત અઠવાડીયે શુદ્ધ સ્વરૂપે 1794 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. એફપીઆઇના વલણમાં ફેરફાર છતા માર્ચમાં પોતાની વેચવાલી 31,719 કરોડ રૂપિયા રહી છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં તેમણે 34,574 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 78,027 કરોડ રૂપિયા કાઢ્યા હતા. ડિપોઝીટરના આંકડા અનુસાર 2025 માટે કુલ એફપીઆઇને કાઢવા માટે હવે 1.44 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચુકી છે.
ADVERTISEMENT
શેરબજાર નિષ્ણાંતો સકારાત્મક
જો કે માર્ચમાં તેમણે લોન કે બોન્ડ બજારમાં 10,955 કરોડ રૂપિયા નાખ્યા હતા. શેરબજારના નિષ્ણાંતોનું કહેવું છે કે, તે ભારતીય બજાર માટે સારા સંકેત છે. વિદેશી રોકાણકારોની વેચવાલી ઘટવી આશા વધી હોવાના સંકેત છે. હવે રોકાણકારો ભારતીય બજારમાં પરત ફરશે. તેમાંથી આગામી સમયમાં ભારતીય બજારમાં સારી તેજી જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સતત 15 અઠવાડીયાથી વેચવાલી
એફપીઆઇનું વલણ સકારાત્મક હોવા છતા તેઓ તેની વેચવાલીના સતત 15 માં અઠવાડીયું રહ્યું. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટના એસોસિએટ નિર્દેશક-પ્રબંધક શોધ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું કે, આગળ જઇને એફસીઆઇનું સતર્ક વલણ યથાવત્ત રહેશે. તેઓ અમેરિકી કેન્દ્રીય બેંકના વ્યાજદર પર વલણ, ભૂરાજનીતિક ઘટનાક્રમ, આર્થિક પરિદ્રશય પર કંઇ સ્પષ્ટતાની રાહ જોવાઇ રહી છે. ડિપોઝીટરના આંકડા અનુસાર એફપીઆઇએ 21 માર્ચના રોજ પુર્ણ થયેલા અઠવાડીયામાં 1794 કરોડ રૂપિયાના શેર વેચે છે. તેની તુલનામાં રજાઓના કારણે ઓછા સમયગાળામાં ગત્ત અઠવાડીયે તેમનો ઉપાડ 60.4 કરોડ ડોલર રહી હતી.
બે પ્રસંગે કરી ખરીદારી
ગત્ત અઠવાડીયે એફપીઆઇએ બે પ્રસંગે શુદ્ધ ખરીદી કરી. જિયોજીત ફાઇનાન્સ સર્વિસના મુખ્ય રોકાણ રણનીતિકાર વી.કે વિજયકુમારે કહ્યું કે, એફપીઆઇની વેચવાલીમાં હાલના ઉલટફેરના બજારની ધારણાને મજબુત બનાવી છે, જેના કારણે 21 માર્ચે પુર્ણ થઇ રહેલા અઠવાડીયામાં તેજી આવી. ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારોની તગડી વેચવાલીથી ભારતીય બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.