બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / There were repeated missed calls on the phone, and 50 lakh rupees flew out of the bank account

સાયબર ફ્રોડ / ફોન પર વારંવાર આવી રહ્યા હતા મિસ કોલ, અને બેંક ખાતામાંથી ઉડી ગયા 50 લાખ રૂપિયા

Vishal Khamar

Last Updated: 09:48 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકનોલોજીના યુગમાં જ્યાં મોટા ભાગનું કામ ચપટીમાં થાય છે ત્યાં તેની સાથે જોડાયેલા જોખમો પણ ઝડપથી વધી રહ્યા છે.

  • ભોગ બનનારનું કહેવું છે કે 13 નવેમ્બરે તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
  • પીડિતાએ જણાવ્યું કે તેણે 3-4 વખત ફોન ઉપાડ્યો પરંતુ કોઈએ જવાબ આપ્યો નહી
  • લગભગ 1 કલાક સુધી મિસ્ડ કોલની પ્રક્રિયા ચાલુ રહી અને ખાતામાંથી પૈસા ઉપડી ગયા

ટેકનોલોજીના યુગમાં જ્યાં મોટા ભાગનું કામ ચપટીમાં થાય છે ત્યાં તેની સાથે જોડાયેલા જોખમો પણ ઝડપથી વધી રહ્યા છે. ક્યારેક ઓટીપી શેર કરવાને કારણે તો ક્યારેક પાસવર્ડના કારણે સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવે છે. પરંતું દિલ્હીમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં સિક્યોરીટી એજન્સી ચલાવતી વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બની હતી. ચોંકાવનારી વાત એ છે કે માત્ર એક મિસ્ડ કોસ આપીને હેકર્સે આ વ્યક્તિના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયાની ચોરી કહી હતી.

લગભગ 1 કલાક સુધી મિસ્ડ કોલ આવવાના ચાલુ રહ્યા

ભોગબનનારે 13 નવેમ્બરના રોજ તેને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. જેને ઉપાડ્યા પછી કોઈ અવાજ આવ્યો નહી. આ પછી પણ તેને  મિસ્ડ કોલ આવતા રહ્યા. પીડિતાએ જણાવ્યું કે તેણે 3-4 વખત ફોન ઉપાડ્યો. પરંતું કોઈએ જવાબ આપ્યો નહી અને લગભગ 1 કલાક સુધી મિસ્ડ કોલની પ્રતિક્રિયા ચાલુ રહી.

થોડા સમય બાદ બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા

એના થોડા સમય બાદ મેસેજ મળતા તેને ખબર પડી કે તેના બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા છે. પીડિતાનું કહેવું છે કે તેણે કોઈની સાથે OTP શેર કર્યો નથી. બીજી તરફ આ વિચિત્ર મામલા પર ડીસીપી સાયબર સેલનું કહેવું છે કે પીડિતાના ફોનમાં ઓટીપી આવી ગયો હતો, પરંતુ ફોન હેક થવાને કારણે તેને ખબર ન પડી અને તે હેકર સુધી પહોંચી ગયો.

હેકર્સ ફોનને નિયંત્રિત કરે છે
એક અધિકારીએ જણાવ્યું કે આ રીતે છેતરપિંડી કરનારા લોકોના મોબાઈલ ફોન કેરિયર્સનો પણ સંપર્ક કરે છે અને તેમને સિમ કાર્ડ એક્ટિવેટ કરવાનું કહે છે. એકવાર આવું થાય પછી હેકર્સ ફોન પર કબજો મેળવી લે છે અને આવી ઘટનાઓને અંજામ આપે છે. હાલમાં, વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ