બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો બોલો..., શિક્ષકો વિદેશમાં બેઠા, છતાંય છેલ્લા 2 વર્ષથી ગુજરાતની આ સ્કૂલોમાં બોલે છે હાજરી, શું આ રીતે ભણશે ગુજરાત?
Last Updated: 04:18 PM, 10 August 2024
એક તરફ રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટને લઈ સરકાર ચિંતીત છે. તો બીજી તરફ એવા કેટલાય શિક્ષકો છે જેઓ આખુ વર્ષ શાળામાં પગ પણ ન મુકીને પગાર મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ અંબાજીની એક સ્કૂલનાં મહિલા શિક્ષક વિદેશ હોવા છતાં તેઓનું નામ સ્કૂલમાં ચાલી રહ્યું છે. અંબાજી બાદ કપડવંજના અને વાવ તાલુકામાં પણ બે કિસ્સા સામે આવ્યા છે. શિક્ષકો જ ગેરહાજર રહેતા હોવાનું બહાર આવવા પામ્યું છે.
ADVERTISEMENT
ભાંડો ફૂટી જતા ડમી શિક્ષકે ભાગવાનો પ્રયત્ન કર્યો
ADVERTISEMENT
આ સમગ્ર બાબતે વીટીવીની ટીમ દ્વારા કપડવંજની વાટા શિવપુરા પ્રાથમિખ શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં આશિષ પટેલ નામનાં શિક્ષક કાયમી ગેરહાજર રહે છે. છતાં પગાર મેળવે છે. જ્યારે તેમની જગ્યાએ વિજય નામનો વ્યક્તિ વિદ્યાર્થીઓને ભણાવે છે. વીટીવીની ટીમને જોઈ ડમી શિક્ષક સ્કૂલમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો.
મને તો સાહેબ એવી કોઈ જાણકારી નથીઃ અરજણભાઈ રાઠોડ (આચાર્ય)
ત્યારે આ સમગ્ર બાબતે શાળાનાં આચાર્ય અરજણભાઈ રાઠોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મને તો સાહેબ એવી જ કોઈ જાણકારી નથી. તેમજ રજાનો રિપોર્ટ પણ મને આપ્યો નથી. એતો સાહેબ આપણને કંઈ જ ખબર નથી. હું ગયો પણ નથી અને ક્યો શિક્ષક હોય છે કોણ છે. એ અમારા તાબામાં આવતા નથી.
બાળકોનાં ભવિષ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છેઃ મહિપતસિંહ ચૌહાણ (ટીડીઓ, કપડવંજ )
આ સમગ્ર મામલે ટીડીઓ મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મારે અહીંયા આવે સાત થી આઠ મહિના થયા છે. આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી. શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે. તે જરા પણ ચલવી લેવાય તેમ નથી. આપે મને જે રજૂઆત કરી કે આશિષ પટેલ નામનાં શિક્ષક જે વાટા શિવપૂરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જે શાળામાં સતત ગેરહાજર રહે છે. આ વસ્તુ ધ્યાનમાં ન હતી. આ વસ્તુ શિક્ષણ માટે ખૂબ જ ખરાબ કહેવાય. તેમજ બાળકોનાં ભવિષ્ય સાથે આ છેડછાડ કરવામાં આવી રહી છે. આ વસ્તુ પર અમે 100 ટકા કાર્યવાહી કરીશું.
ઉંચપા પ્રાથમિક શાળાનાં શિક્ષક બે વર્ષથી વિદેશમાં
અંબાજી, બનાસકાંઠા બાદ બનાસકાંઠા જીલ્લાનાં વાવ તાલુકામાં વધુ એક શિક્ષક પણ વિદેશમાં રહેતા હોવાનું તપાસમાં સામે આવવા પામ્યું છે. જેમાં વાવ તાલુકાની ઉંચપા પ્રાથમિક શાળામાં દર્શન પટેલ નામનો શિક્ષક છેલ્લા બે વર્ષથી કેનેડામાં સ્થાયી થવા હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે તંત્રની મિલી ભગતથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આજે પણ શાળામાં દર્શન પટેલનું નામ બોલે છે.
કોઈ પણ જાતની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજરઃ બી.બી.બારોટ (આચાર્ય)
આ બાબતે ઉંચપા પ્રાથમિક શાળાનાં આચાર્ય બી.બી.બારોટે જણાવ્યું હતું કે, 10.11.2022 થી દર્શન પટેલ આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. જે બાબતે શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર જાણ કરેલ છે.
અંબાજીનાં પાન્છા ગામે પણ મહિલા સ્કૂલમાં ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું
એક દિવસ પહેલા જ અંબાજીના પાન્છા ગામે ભાવના પટેલ નામની શિક્ષિકા નોકરી કર્યા વિના જ પગાર મેળતાં હોવાનું સામે આવ્યું. મેડમ આખું વર્ષ અમેરિકામાં રહે છે અને દિવાળી પર આવી થોડા દિવસ ભણાવી પગાર લઈ જતાં રહ્યા હતા. હવે કપડવંજના વાટા શિવપૂરામાં શિક્ષક બહાર ફરતા હોવાનું અને તેની જગ્યાએ અન્ય વ્યક્તિ ભણાવતી હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ વાવ તાલુકાના ઉંચપા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ પણ કેનેડામાં સ્થાયી થયા હોવાથી 2 વર્ષથી ગેરહાજર છે.
હવે સવાલએ છે કે, એક તરફ રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાતની મોટી સુફીયાણી વાતો કરતી સરકાર આવા શિક્ષકો સામે ક્યારે કડક કાર્યવાહી કરે છે. તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.