અમૃતસર ટ્રેન દુર્ઘટના: રાવણ દહન અંગે રેલવેને કોઇ જાણકારી આપવામાં આવી નહોંતી

By : kavan 12:30 PM, 20 October 2018 | Updated : 12:32 PM, 20 October 2018
દિલ્હી: અમૃતસર ટ્રેન દુર્ઘટના અંગે રેલ રાજ્ય મંત્રી મનોજ સિંહાએ દુર્ઘટનાની સ્પષ્ટતા કરી. મનોજ સિંહાએ ટ્રેન દુર્ઘટના પર નિવેદન આપતા કહ્યું કે, આયોજકો દ્વારા આ ઉજવણી અંગે રેલવેને કોઈ જાણકારી પણ આપવામાં નહોતી. રાવણ દહનની રેલવેને સૂચના પણ આપવામાં આવી નહોતી. 

જેથી આ દુર્ઘટનામાં રેલવેની કોઈ ભૂલ નથી. આયોજકોએ રેલવેને કઓી જાણકારી પણ નહોતી આપી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમૃતસરની આ ઘટના ખરેખર દુઃખનીય છે.

ફાટકથી માત્ર 300 મીટર દૂર જ આ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ દુર્ઘટના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના લોકો પાયલોટને આ મામલે ક્લીન ચીટ પણ મળી છે.

ઉલ્લેખનીય છે કે, અમૃતસરની જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યા હતા.

પરંતુ અચાનક પઠાણ કોટ તરફથી પૂરપાટ સ્પીડે ટ્રેન આવી ગઈ. જે લોકોને પોતાની ઝપેટમાં લેતી ગઈ. આ ટ્રેન અકસ્માતમાં 60 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયાં છે. જેમને સારવારઅર્થે હોસ્પિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story