બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં થઇ શકે છે મોટો ફેરફાર, આ યુવા ખેલાડીને મળશે ડેબ્યુનો મોકો
Last Updated: 07:27 PM, 9 October 2024
ભારતીય ટીમ T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે. આજે શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાશે. જેના માટે બંને ટીમો તૈયાર છે. પ્રથમ T20 મેચમાં બે યુવા ખેલાડીઓ મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીએ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં મયંકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 વિકેટ પણ લીધી હતી. હવે યુવા ફાસ્ટ બોલર બીજી ટી20 મેચમાં ડેબ્યૂ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુવા ઝડપી બોલર હર્ષિત રાણાને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરતી વખતે હર્ષિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય રાણાએ દુલીપ ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે આ ટી20 સિરીઝ માટે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ રાણાને પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં રાણાનો સમાવેશ થઈ શકે છે
ADVERTISEMENT
હવે મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો હર્ષિત રાણાને બીજી ટી-20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવે તો કયા ખેલાડીને બહાર કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કરનાર નીતિશ કુમાર રેડ્ડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. દિલ્હીની પીચ પર ફાસ્ટ બોલરોને વધુ મદદ મળતી હોવાથી રાણાના ડેબ્યૂની શક્યતા વધી જાય છે. જો નીતિશ કુમાર રેડ્ડીને બીજી T20ની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે તો રિયાન પરાગ ઉંચી બેટિંગ કરતો જોવા મળી શકે છે
ADVERTISEMENT
ADVERTISEMENT
અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રાયન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ અને હર્ષિત રાણા.
વધુ વાંચો : ICCની નવી રેન્કિંગ જાહેર, ભારતીય ખેલાડીનો દબદબો યથાવત, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.