પાવાગઢની તળેટીથી લઈ ડુંગરની ટોચ સુધી માનવ મહેરામણ, યાત્રાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનુ ઘોડાપુર
વધુ પડતા વાહનોથી ડાયવર્ટ કરાયો રૂટ
રોજ 2-3 લાખ ભક્તો કરે છે પાવાગઢમાં દર્શન
પાવાગઢ પર્યટકો માટે હિલ સ્ટેશન સમાન બની ગયું છે. પવિત્રયાત્રા ધામ પાવાગઢ ખાતે યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું છે, દિવાળીના તહેવારોમાં ભક્તો અને પર્યટકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. પાવાગઢના પ્રાકૃતિક આકર્ષણ અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે ત્યારે પર્યકટોમાં ધસારો જોવા મળી રહ્યો છે.
પાવાગઢ ખાતે યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું
દિવાળીના તહેવોરોમાં સમગ્ર રાજ્યમાંથી પ્રવાસી પાવગઢ ખાતે આવતા હોય છે, તહેવારોમાં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે ત્યારે દિવાળી દરમિયાન 3 લાખથી વધુ દર્શનાર્થીઓ પાવાગઢમાં દર્શન કાજે આવ્યા છે. દિવાળી અને નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અને પર્યટકો પાવગઢ ખાતે ઉમટ્યા હતા, પાવગઢની તળેટીથી લઈને ડુંગરની ટોચ સુધી માનવ મહેરામણ જોવા મળ્યું હતું, પર્યટકો ખાનગી વાહનો લઈને દર્શન ખાતે આવતા હોવાથી પાર્કિંગ વ્યવસ્થામાં પણ અડચણ રૂપ બની જેમાં ખાનગી વાહનો પાવાગઢ રોડ પર આવેલા ચોકડી ત્રણ રસ્તા ખાતેથી ડાયવર્ટ કરી વડાતળાવ ખાતે બનાવેલા પાર્કિગ સુધી ખસેડાયા હતા. નવાપુરા ખાતે આવેલ ચોકડી તરફથી પાવાગઢમાં આવતા વાહનોને પણ રોકવાની ફરજ પડી હતી.
દ્વારકામાં રજાઓની મજા માણવા પર્યટકો ઉમટ્યા
દિવાળી બાદ તહેવારોમાં પર્યટન સ્થળે પર લોકોની ભીડ જામતી હોય છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં રજાઓની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. પર્યટકોની ભીડને કારણે દ્વારકાની તમામ હોટલો અને ગેસ્ટ હાઉસ ફુલ થઈ ગયા છે. ધર્મશાળાઓ પણ હાઉસફુલ થઈ ગઈ છે. પર્યટકોના ધસારાને લીધે સ્થિતિ એવી સર્જાઈ છે કે વાહનો પાર્ક કરીને યાત્રાળુઓ રસ્તા પર વિસામો કરી રહ્યા છે અને રાત ગુજારી રહ્યા છે. રાત્રિ રોકાણ માટે જગ્યા ન મળતા કેટલાક યાત્રિકો રસ્તા પર સુવા મજબૂર બન્યા છે.
માઉન્ટ આબૂમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા
હિલ સ્ટેશન એવા માઉન્ટ આબૂમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ વાહનો માઉન્ટ આબૂ આવતા હોટલ રેસ્ટોરન્ટ ફુલ થઈ ગયા છે, તો પ્રવાસીઓના ધસારાને પગલે ટોલનાકા ઉપર પણ લાંબી કતારો જોવા મળી રહી છે.
માઉન્ટ આબૂમાં 24 કલાકમાં 4 હજાર વાહનો પહોંચ્યા
મહત્વનું છે કે માઉન્ટ આબુ એ પ્રવાસન સ્થળ માટે ગુજરાતીઓની જાણીતું છે. દિવાળીના પાંચ દિવસા રજાના માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા માઉન્ટ આબૂની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે લોકોને ઘરની અંદર પુરાઈ રહેવું પડ્યું હતું. લોકડાઉનને લઇ લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા, દેશ અને રાજ્યમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો સ્થળો અને હોટેલ સહિત મંદિરોમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે દોઢ વર્ષ જેટલા સમય બાદ કોરોના મહામારી ઓછી થતાં સરકાર દ્વારા પણ તમામ જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે છૂટછાટ આપવામાં આવી છે.
માઉન્ટ આબૂમાં સૌથી વધુ ગુજરાતી પર્યટકો
હાલમાં દિવાળી વેકેશનને લઇ લોકો ફરવા માટે નીકળ્યાં છે. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ફરવાના શોખીન લોકો જુદી જુદી જગ્યાએ પ્રવાસ માટે આવતા હોય છે ત્યારે માઉન્ટ આબુ પ્રવાસ માટે ખુબ જાણીતું બન્યું છે. આવતા લોકોને કોઈ તકલીફના પડે તે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઇ છે.