બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / બોટાદમાં પ્રાચીન વૈજનાથ મહાદેવનું મંદિર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એક સાથે ત્રણ શિવલિંગ
Last Updated: 06:18 AM, 22 January 2025
બોટાદ શહેરમાં લીમડા ચોક નજીક ૨૫૦ વર્ષ જુનું પ્રાચિન વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે. પૌરાણિક વૈજનાથ મહાદેવનુ મંદિર બોટાદ ગામનો વસવાટ થયો તે સમયનુ છે. મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમ એકીસાથે ત્રણ શિવલીંગ આવેલા છે. મહાદેવનુ મંદિર બોટાદના જે વિસ્તારમાં છે તે શિવાલય વિસ્તાર તરીકે ઓળખાય છે. વૈજનાથ મહાદેવ મંદિર બોટાદ ગામની મધ્યમાં આવેલું છે. વૈજનાથ મહાદેવ મંદિર બોટાદના શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની આસપાસના તેમજ શહેરના વિસ્તારોમાંથી મોટાભાગના વેપારીઓ દરરોજ સવારે મહાદેવની આરતી અને દર્શન કરીને પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. અને મહાદેવ તમામની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે વારે તહેવારે સુંદર ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
બનારસથી શિવલીંગ લાવવાનું નક્કી કર્યુ
ADVERTISEMENT
બોટાદ શહેરની મધ્યમાં આવેલા પૌરાણિક અને પ્રાચિન વૈજનાથ મહાદેવ મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો આજથી અઢીસો વર્ષ પહેલા જ્યારે બોટાદ ગામની સ્થાપના થઈ તે સમયે બોટાદના બ્રાહ્મણો એકત્રિત થઈ બનારસથી શિવલીંગ લાવવાનું નક્કી કર્યુ હતું. અને બનારસ જઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ શિવલિંગ પોતાના ખભા પર મુકીને બનારસથી પગપાળા બોટાદ આવ્યા હતા. બોટાદ આવી ત્રણેય શિવલીંગની વિધિવત સ્થાપના કરી વૈજનાથ મહાદેવ નામકરણ કરાયું હતુ. સ્થાનિક ભાવિક ભક્તોની વૈજનાથ મહાદેવમાં અતૂટ શ્રદ્ધા છે શહેરીજનો વર્ષોથી નિયમિત મહાદેવજીના દર્શન કરવા આવે છે અને તેમના જીવનની સુખ સમૃદ્ધી મહાદેવના આશીર્વાદથી જ છે તેવી દ્રઢ આસ્થા રાખે છે.
મહાદેવજી ગ્રામ દેવતા તરીકે પૂજાય છે
પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભસ્મઆરતી અને દિપમાલા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે સવારથી સાંજ સુધી મંદિરે શહેરીજનોનો મેળાવડો જામે છે. મહાદેવજી ગ્રામ દેવતા તરીકે પૂજાય છે. સવાર સાંજ શહેરવાસીઓ નિયમિત મહાદેવના દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
વધુ વાંચો : મહાકુંભમાં જઇ રહ્યાં છો? તો જરૂરથી કરજો આ 7 કાર્ય, મળશે બમણું ફળ
મંદિરે દરરોજ સવાર બપોર અને સાંજ આરતી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો વૈજનાથ મહાદેવ મંદિરે જનોઈ બદલાવે છે. વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો વધારેમાં વધારે વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બોટાદના લાખો લોકોના આસ્થાના કેન્દ્ર વૈજનાથ મહાદેવના મંદિરે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મંદિરે મહિલા મંડળ દ્વારા દરરોજ સવારે ધૂન કિર્તનનુ આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈને મહાદેવ ભક્તિમાં લીન થાય છે. મહાદેવ વર્ષોથી બોટાદવાસીઓના રક્ષક છે અને શહેરીજનોની પેઢી દર પેઢી મહાદેવના નિયમિત દર્શને આવે છે.
લોકોને આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન આપવા વર્ષોથી વૈજનાથ પાઠ શાળા ચલાવવામાં આવે છે. રાત્રીના ૮ થી ૯ એક કલાક પાઠશાળા ચાલે છે. આ પાઠશાળામા બાળકોને સંસ્કૃત તેમજ ગીતાના શ્લોકો સહિત ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે. આ પાઠશાળામાં મોટી સંખ્યામાં બાળકો આવે છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલુ અઢીસો વર્ષ જુનું વૈજનાથ મહાદેવ મંદિર આજે શહેરીજનોનુ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં આવેલા ત્રણ શિવલિંગના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.