બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં સૌમ્ય રૂપધારી એકમાત્ર શનિદેવની પ્રતિમા, સાડાસાતીથી મુક્તિ માટે આવે છે શ્રદ્ધાળુઓ

દેવ દર્શન / ગુજરાતમાં સૌમ્ય રૂપધારી એકમાત્ર શનિદેવની પ્રતિમા, સાડાસાતીથી મુક્તિ માટે આવે છે શ્રદ્ધાળુઓ

Last Updated: 06:30 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર આવેલુ છે. મંદિર આશરે 33 વર્ષ જુનું છે.

શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં શનિદેવના અનેક મંદિર આવેલા છે, આ પૈકી અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર ઘણું પ્રખ્યાત છે.

d 1

મંદિર આશરે 33 વર્ષ જુનું

અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર આવેલુ છે. મંદિર આશરે 33 વર્ષ જુનું છે. શાહીબાગ બ્રીજના નિર્માણ સમયે મંદિરને 1991માં ખસેડવામાં આવ્યું હતુ. વસંત પંચમીના દિવસે મંદિરમાં મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી. દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે. આ મંદિર હાલ આસ્થાનું પ્રતિક બન્યું છે. અહીં ખરા મનથી કોઈ પ્રાર્થના કરી હોય, તો ચોક્કસથી એ પ્રાર્થના ફળે છે. લોકો સાડાસાતીને દૂર કરવા તેમજ શનિદેવને રીઝવવા મંદિરે આવે છે.

d 2

સૌમ્ય રૂપધારી આ એકમાત્ર પ્રતિમા

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિ મહારાજનું મંદિર ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલું છે. આ મંદિરમાં સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારેલા શનિદેવ મહારાજ બિરાજમાન છે. શ્રી શનિદેવ મહારાજે પોતાના કરકમળોમાં પિતા સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે. તેથી તેમનું સ્વરૂપ કલ્યાણમય અને શુભકારી બન્યું છે. તેમની દ્રષ્ટિ ભક્તજનો પર ત્રાસી પડતી નથી. તેથી તેમનું સન્મુખ દર્શન શુભકારી બને છે. શ્રી શનિદેવ પોતાની અતિપ્રિય સવારી મહીષ એટલે કે, પાડા પર સવાર છે. સમગ્ર ગુજરાતમાં આવી સૌમ્ય રૂપધારી આ એકમાત્ર પ્રતિમા છે.

d 3

શનિ મહારાજ ન્યાયના દેવતા

આ મંદિરની સ્થાપના લગભગ 33 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપનાનો હેતુ દિવસના સમયે શનિ મહારાજની પૂજા અને તેલ અર્પણ કરવા માટે એક સ્થાન પ્રદાન કરવાનો છે. શનિ મંદિરમાં ભગવાનને ચઢાવવા તેલની સુવિધા આપવામાં આવે છે. મંદિર તરફથી નિ શુલ્ક ઘોડાની નાળ, શનિદેવનું પુતળું, લોખંડની વીટી, અને કાળો દોરો આપવામાં આવે છે. અમદાવાદના દૂરના વિસ્તારોમાંથી ભાવિકો નિયમિત શનિદેવના દર્શન કરવા આવે છે. શનિ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધા છે. આ મંદિરની સ્થાપના થઈ છે. ત્યારથી દરેક ભાવિકની મનોકામના પૂરી થઇ છે. શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એટલે લોકો તેમની શ્રદ્ધાથી પૂજા કરે છે. અને તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. વસંત પંચમી અને શનિ જ્યંતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં શનિદેવની સાથે હનુમાનદાદાની સ્થાપના પણ કરવામાં આવી છે. ભાવિકો શનિદેવની સાથે સાથે હનુમાન દાદાની પૂજા કરી તેલ ચઢાવે છે.

d 4

ભંડારો રાખવામાં આવે છે

યાતમંદો માટે ભંડારો રાખવામાં આવે છે. જેમાં ૫૦૦થી વધારે લોકો સેવાનો લાભ લે છે. શનિ મંદિર તરફથી રામરોટી, મેડીકલ, એજ્યુકેશન, ચકલાને ચણ, જરૂરીયાતમંદને અનાજ આપવામાં આવે છે. મંદિરમાં આવેલ દાનમાંથી અનેક સેવાકીય પ્રવુતિઓં ચલાવવામાં આવે છે. શનિ મંદિરના પ્રાંગણમાં વર્ષો જુનો પીપળો આવેલો છે. મંદિરે આવતા ભક્તો પીપળાને પાણી ચઢાવી દીવો કરે છે. મંદિરમાં દર શનિવારે સુંદરકાંડ કરવામાં આવે છે. શનિવારે ભક્તોની ભારે ભીડ થાય છે એટલે મંદિર સવારે ૬ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. શનિદેવને તેલ ચડાવવા મંદિરમાંથી જ તેલની બોટલ મળી રહે છે.

d 5

આ પણ વાંચો: અમદાવાદના ગોતામાં આવેલું છે વિશ્વનાથ મહાદેવનું મંદિર, જ્યાં દર્શન માત્રથી મન થાય છે શાંત

મંદિરમાં શ્રદ્ધાળુઓ તેલ, સિંદૂર, કાળાઅડદ, કાળા તલ, આકડાની માળા ચડાવે છે. અને લોખંડ સહિત ઘોડાની નાળ, કાળી વસ્તુનું દાન પણ થાય છે. શનિદેવના પ્રભાવને લીધે પનોતી ચાલતી હોય તે રાશિના જાતકો દ્વારા શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો અહિં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shanidev Temple Dev Darshan Ahmedabad Shanidev Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ