બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:27 PM, 12 February 2025
Varanasi Death Hotel : મૃત્યુ ક્યારે અને ક્યાં આવી જાય એ આજ સુધી કોઈ નથી જાણી શક્યું, પણ અત્યારે ઘણા લોકો એવા છે જેમને વિચારીને રાખ્યું છે કે એમનું મૃત્યુ કઈ જગ્યા પર થશે અને લોકો આરામથી એમના મૃત્યુની રાહ જોઈ શકે એ માટે અનેક એ જગ્યા પર અનેક હોટલો પણ બનાવવામાં આવી છે. આ હોટલમાં પૈસા આપીને તમે એક રૂમ રાખીને આરામથી છેલ્લા શ્વાસ ગણતાં ગણતાં મૃત્યુની રાહ જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આવી હોટલ આપણા ભારતમાં આવેલી છે.
ADVERTISEMENT
આપણા ભારતમાં એવા ઘણા ધાર્મિક સ્થળો છે જેનું પોતાનું ધાર્મિક મહત્વ છે અને ત્યાં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે પણ શું તમને એ ખબર છે કે એક એવું શહેર છે જ્યાં લોકો મૃત્યુની પણ ઉજવણી કરે છે. મૃત્યુની ઉજવણી કરનાર આ શહેરનું નામ છે બનારસ, જેને લોકો વારાણસી તરીકે ઓળખે છે. આ શહેરને શિવની નગરી પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર જે પણ બનારસમાં મૃત્યુ પામે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે અને સીધો વૈકુંઠ જાય છે.
ADVERTISEMENT
કેટલાય લોકોની એવી ઈચ્છા હોય છે કે તેઓ અંતિમ શ્વાસ બનારસની પવિત્ર ધરતી પર લે અને પોતાના પ્રાણ ત્યાગ કરે અને જેઓ આવું નથી કરી શકતા તેઓ ઈચ્છે છે કે એમનું અસ્થિ વિસર્જન બનારસની ગંગા નદીમાં કરવામાં આવે. પણ અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે બનારસની પવિત્ર ધરતી પર મૃત્યુ થાય એ ઈચ્છામાં કેટલાય લોકો મૃત્યુની રાહ જોવા માટે પહેલા જ બનારસ પંહોચી જાય છે. આ સિવાય સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે આવા લોકો માટે બનારસમાં ઘણી હોટલો પણ ખોલવામાં આવી છે. અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થયા છે જેમાં લોકો આ હોટલો વિશે વાત કરી રહ્યા છે.
જો કે આ હોટલમાં વધુ પડતાં એવા લોકો આવે છે જે બીમાર હોય છે અને એમને બસ ખબર હોય કે હવે તેમની પાસે વધારે સમય નથી. ત્યારે આવા સમયે આ લોકો એમના છેલ્લા શ્વાસ ગણવા માટે બનારસમાં આવે છે અને મોતની આ હોટલમાં રોકાય છે. અહીં રૂમ લઈને તેઓ રહેવા લાગે છે, જેથી બનારસની ભૂમિ પર તેમનું મોત થાય અને તેઓ સીધા સ્વર્ગ ના દ્વારે જઈ શકે.
એવું પણ કહેવાય છે કે બીમાર લોકો બનારસમાં મોતની રાહ જોવા માટે આ હોટલમાં રૂમ બુક કરાવે છે. અહીં આવનારા લોકો મોટા ભાગના દર્દીઓ હોય છે. જેમને ડોક્ટર્સ પણ જવાબ આપી ચૂક્યા છે. જો કે એવું પણ સાંભળવા મળ્યું છે કે આ હોટલનું ભાડું ઘણું સસ્તું હોય છે અને ઘણા લોકો તો બે-બે મહિના સુધી પોતાના મોતની અહીં આવીને રાહ જોતા હોય છે.છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મોતની આ હોટલોની સંખ્યા વધી રહી છે. લોકો આ મોતની હોટલમાં આવીને જીવવાની નહીં પણ મરવાની રાહ જુએ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.