સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં બે સમાંતર લીગલ સિસ્ટમ ન હોય શકે. એક કે જે લોકો અમીર છે, પાવરફૂલ છે અને રાજનૈતિક પહોંચ ધરાવે છે અને બીજા એવા લોકો કે જે બધી સુવિધાઓથી વંચિત છે અને સામન્ય માણસ છે.
દેશમાં બે સમાંતર લીગલ સિસ્ટમ ન હોય શકે
જસ્ટિસ DY ચંદ્રચૂડની બેચે આ વાત કહી
પહેલી હરોળમાં જિલ્લા ન્યાયતંત્ર આવે
દેશમાં બે સમાંતર લીગલ સિસ્ટમ ન હોય શકે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં બે સમાંતર લીગલ સિસ્ટમ ન હોય શકે. એક કે જે લોકો અમીર છે, પાવરફૂલ છે અને રાજનૈતિક પહોંચ ધરાવે છે અને બીજા એવા લોકો કે જે બધી સુવિધાઓથી વંચિત છે અને સામન્ય માણસ છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના એડિશનલ સેશન જજ પર એસપી અને બીજા પોલીસ અધિકારીઓ દ્વારા દબાણ કરવાની ઘટનાને ઘણી જ ગંભીરતાથી લીધો છે. સાથે જ ત્યાંના DGPને આ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા દેવેન્દ્ર ચોરસિયાની હત્યા મામલે મધ્યપ્રદેશના BSP ધારાસભ્ય રમાબાઈના પતિના જામીન પણ નામંજૂર કર્યા છે.
જસ્ટિસ DY ચંદ્રચૂડની બેચે આ વાત કહી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ DY ચંદ્રચૂડની બેચ દ્વારા કહેવામાં આવ્યું કે સ્વતંત્ર ન્યાય પાલિકા લોકતંત્રનો પાયો છે અને તેમાં કોઈ પણ પ્રકારે રાજકારણની દખલગિરિ કે પછી કોઈ પણ પ્રકારનું દબાણ ના હોવું જોઈએ. સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ લોકતંત્રનો મૂળ પાયો છે અને તે રાજનેતાઓ કે પછી બહારથી આવતા દબાણથી એકદમ મુક્ત હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં બે સમાંતર લીગલ સિસ્ટમ ન હોય શકે. એક કે જે લોકો અમીર છે, પાવરફૂલ છે અને રાજનૈતિક પહોંચ ધરાવે છે અને બીજા એવા લોકો કે જે બધી સુવિધાઓથી વંચિત છે અને સામન્ય માણસ છે. જો આવા અલગ અલગ નિયમ રાખવામાં આવે તો સમગ્ર કાયદા વ્યવસ્થા ખોરવાઇ જાય, જે લોકતંત્રને નષ્ટ કરી નાખે.
પહેલી હરોળમાં જિલ્લા ન્યાયતંત્ર આવે
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે લોકોની રક્ષા કરવામાં સૌથી પહેલી હરોળમાં જિલ્લા ન્યાયતંત્ર આવે છે. જો ન્યાયમાં લોકોનો વિશ્વાસ કાયમ રાખવો હોય તો જિલ્લા ન્યાયતંત્ર પર ધ્યાન રાખવું જરૂરી છે. જિલ્લા ન્યાયતંત્ર જ પ્રશાસન અને સ્વતંત્રતાનો પાયો છે. જો સામન્ય માણસનો વિશ્વાસ કાયમ રાખવો છે તો જિલ્લા ન્યાયતંત્રે પોતાના વિચાર બદલવા પડશે. લોકો તમારી પાસે પહેલા એટલા માટે આવે છે કે તેમની સાથે કોઈ બનાવ બન્યો છે જેથી તેમને તમારી પાસેથી ન્યાય જોઈએ છીએ. જિલ્લા ન્યાયતંત્ર ઘણી મુશ્કેલીમાં કામ કરે છે તેથી તેમના રક્ષણ પર ભાર આપતા કહ્યું કે નિષ્પક્ષતા એ જ ન્યાયતંત્રનો આધાર છે.