બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / then the captaincy can be handed over to this veteran player instead of Rohit Sharma, BCCI official explains
Megha
Last Updated: 09:37 AM, 21 January 2023
ADVERTISEMENT
વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા પછીથી વર્ષ 2021ના અંત સુધી ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી હતી અને એ પછીથી જ ટીમનો હિટ મેન કહેવાતો રોહિત શર્મા કપ્તાની સંભાળી રહ્યો છે. નોંધનીય છે કે રોહિત પાસે દ્વિપક્ષીય સિરિઝો સિવાય T20 વર્લ્ડ કપ 2022 અને ODI વર્લ્ડ કપ 2023 હતો પણ રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શકી નથી અને ખાસ કરીને મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સરાહનીય રહ્યું નથી. T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં ખરાબ હારી હતી અને એ પહેલા આયોજિત એશિયા કપમાં પણ તે ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
Representing the country has been the ultimate honour. I’m grateful & lucky with no repentance 😊 pic.twitter.com/Ub8i6aIFQc
— Rohit Sharma (@ImRo45) August 15, 2022
ADVERTISEMENT
રોહિત બાદ આ ખેલાડી બની શકે છે કેપ્ટન
હવે ટીમ ઈન્ડિયા આ વર્ષે ODI વર્લ્ડ કપ રમવાની છે અને આ મોટી ટૂર્નામેન્ટ સુધીમાં રોહિત 36 વર્ષનો થઈ જશે અને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત શર્મા આ વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી શકે છે. એવી સ્થિતિમાં BCCIએ તાત્કાલિક નવા કેપ્ટનની નિમણૂક કરવી પડશે. હાલ મલ્ટી જાણકારી મુજબ બોર્ડે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હાલ ટીમના આગામી કેપ્ટન તરીકે BCCIના મનમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ચિત્ર સ્પષ્ટ છે એવું દેખાઈ રહ્યું છે, સાથે જ હાર્દિક પંડ્યા આ સમયે ભારતીય T20 ટીમની કપ્તાની પણ સંભાળી રહ્યો છે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ODI ટીમની કમાન પણ સોંપવામાં આવી શકે છે.
Winning start to the series 👊🇮🇳
— hardik pandya (@hardikpandya7) January 18, 2023
What an innings @ShubmanGill 🤩💯💯 pic.twitter.com/jXJCgesEBV
BCCIના અધિકારીએ કહી કઇંક આવી વાત
આ મામલે BCCIના એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરતાં એમને જણાવ્યું હતું કે 'આ સમયે સ્પષ્ટ છે કે વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે પણ ભવિષ્ય માટે પણ આપણી પાસે યોજના હોવી જોઈએ. કેટલીક વસ્તુઓ અચાનક થાયને એ પછી અમે કોઈ પ્રતિક્રિયા આપી તેની રાહ ન જોઈ શકીએ, રોહિત અચાનક વર્લ્ડ કપ 2023 પછી ODI ફોર્મેટ અથવા કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરે તો અમારી પાસે યોજના હોવી જોઈએ.'
આગળ એમને કહ્યું હતું કે 'હાર્દિકે કેપ્ટનશિપ હેઠળ સારું પ્રદર્શન કર્યું છે અને તે યુવા છે. હજુ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. હાલની પરિસ્થિતિ અનુસાર રોહિત શર્માના વિકલ્પ તરીકે તેનાથી સારો કોઈ વિકલ્પ નથી.' જણાવી દઈએ કે હાર્દિકે સૌથી પહેલા IPLમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી હતી જ્યારે ગુજરાત ટાઇટન્સે ખિતાબ જીત્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.