બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાઈકને લોક રાખજો! ત્રણ શખ્સો બાઈકને ઢસેડીને ચોરી ગયા, CCTVમાં ઘટના કેદ
Last Updated: 11:07 AM, 11 January 2025
સાબરકાંઠાના હિંમતનગરમાં બે શખ્સોએ કારના કાચ તોડીને ચોરી કરી હતી. સહકારીજીન છાપરીયા રોડ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં બાઈક ઉપર આવેલા બે શખ્સ કારના કાચ તોડીને ચોરી કરી ગયા હતા. ત્યારે રૂપિયા અને કિંમતી વસ્તુ ભરેલી બેગ ચોરીને શખ્સો ફરાર થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
— jaydeep shah (@jaydeepvtv) January 11, 2025
બીજી તરફ સુરત જિલ્લાના પીપોદરા ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં માંગરોળના પીપોદરા ગામે તસ્કરોએ ચોરી કરી હતી. જેમાં બે બાઈક, એક ઘર, તેમજ શાળાને નિશાન બનાવ્યા હતા. ઘટનામાં બે બાઈકની ઉઠાંતરી કરતા તસ્કરો CCTVમાં કેદ થયા છે. ત્યારે ઠંડીમાં તસ્કોરો ચોરીને અંજામ આપ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર
અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં ચોરીની ઘટના ઘટી હતી. જેમાં સદભાવના સોસાયટીમાં 129 નંબરના મકાનમાં ચોરી થઇ હતી. બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી ચોરી કરી ફરાર થઇ હતી. જેમાં મળતી માહિતી મુજબ દાગીના અને રોકડ મળી રૂપિયા 20 લાખથી વધુની ચોરી કરવામાં આવી છે ત્યારે પરિવાર ઘરે આવ્યા પછી ઘટનાની જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખ્યાતિ હોસ્પિટલ સ્કેમ / કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે રજૂ કર્યા, એક-બે નહીં, 12 જેટલાં કારણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.