બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / theatres swimming pool and yoga centers to open from today in maharashtra

રાહત / મહારાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર અપાઇ રાહત, જાણો શું ખૂલશે શું નહીં

Bhushita

Last Updated: 08:25 AM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સરકારે મિશન બિગેનના આધારે લોકડાઉનમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર થોડી વધારે રાહત આપી છે. કેટલીક શરતોની સાથે આજથી થિયેટર, નાટ્યગૃહ, યોગ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ખેલો સ્ટેડિયમ ખોલવાની મંજૂર આપવામાં આવી છે. તેના માટે સંબંધિત વિભાગે SOP જાહેર કરી છે. રાજ્યમાં સિનેમા, નાટ્યગૃહ અને સ્વિમિંગ પૂલ ખોલવાની માગ સતત થઇ રહી હતી. આ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ત્યાં બેઠક પણ થઇ હતી.

  • મહારાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર રાહત
  • થિયેટર, નાટ્યગૃહ ખોલવાની મંજૂરી
  • સંબંધિત વિભાગે SOP કરી જાહેર


સરકારે જાહેર કર્યા આદેશ

સરકારે આ માટે આદેશ જાહેર કરી દીધા છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર અને નાટક થિયેટર પોતાની કુલ ક્ષમતાના 50 ટકા સુધી શરૂ કરી શકે છે. આ વિશે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ અલગથી દિશાનિર્દેશ જાહેર કરશે. સ્વિમિંગ પૂલ માત્ર રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરના તરવૈયાઓની તાલીમ માટે જ ખોલવામાં આવશે. તેના માટે રાજ્ય સરકારના રમત વિભાગે અલગ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે સરકારે બેડમિંટન, ટેનિસ, ઇંડોર શૂટિંગ રેંજ સહિત અન્ય ઇન્ડોર ગેમ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ખેલાડીઓએ સામાજિક અંતરનું કડકાઇથી પાલન કરવું પડશે. જરૂરત અનુસાર સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરવો પડશે. 

સ્વિમિંગ પુલ અને ખેલકૂદને પણ મળી મંજૂરી


સ્વિમિંગ પુલ ફક્ત રાજ્ય, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ખોલી શકાશે. આ માટે રાજ્ય સરકારના ખેલ વિભાગે અલગ દિશા નિર્દેશ આપ્યા છે. આ સિવાય સરકારે બેડમિન્ટન, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ સહિત અન્ય ઈનડોર ગેમ્સ શરૂ કરવાની પરમિશન પણ આપી છે. ખેલાડીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને સાથે જ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Close Maharashtra SOP lockdown open થિયેટર મંજૂર મહારાષ્ટ્ર સ્વિમિંગ પુલ Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ