બ્રેકિંગ ન્યુઝ
VTV / The youth started live streaming and Facebook and Mumbai police started running, find out what happened next.
Last Updated: 05:37 PM, 4 January 2021
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક યુવકે પોતાના ગળા પર બ્લેડ ફેરવીને આત્મ હત્યા કરવાની કોશિશ કરી હતી અને જેનું તેણે ફેસબુક દ્વારા લાઈવ પ્રસારણ શરુ કર્યું હતું, જો કે ફેસબુકની આયર્લેન્ડ ઓફિસના અધિકારીઓએ આ બાબતની જાણકારી મુંબઈ પોલીસને આપી હતી જેના પછી મુંબઈ પોલીસે ધુલે પોલીસની મદદથી વ્યક્તિનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેનો જીવ બચાવી લીધો હતો.
ADVERTISEMENT
શું થયું હતું ?
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં રહેતો જ્ઞાનેશ્વર પાટીલ 23 વર્ષનો યુવક છે જેની માં હોમગાર્ડમાં છે અને પોલીસને મદદ કરતી કાર્યવાહીમાં ભાગ લેતી હોય છે. આ મામલે સાયબર સેલની ડીસીપી ડો રશ્મિ કરંદીકરએ જણાવ્યું હતું કે તેમને આયર્લેન્ડના ફેસબુક ઓફિસથી એક ફોન આવ્યો હતો જેમાં આ યુવકની ફેસબુક લાઈવ દ્વારા આત્મહત્યા કરવાની બાબતની જાણકારી અપાઈ હતી, આ લોકોએ જણાવ્યું હતું કે યુવક હાલમાં પરેશાન જણાઈ રહ્યો છે પરંતુ જો તેની તરત મદદ કરવામાં આવે તો તેને બચાવી શકાય તેમ છે.
આ પછી સાયબર સેલ થોડા જ સમયની અંદર યુવકનું લોકેશન ટ્રેસ કર લેવાયું હતું અને નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી જેના પછી લોકલ પોલીસે યુવકના ઘરે જઈને તેને રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો.
સાયબર સેલ દ્વારા પહેલા પણ ઘણાના જીવ બચાવાયા છે
સાયબર સેલ દ્વારા આ પહેલા પણ ઘણા લોકોની આત્મહત્યા કરતા બચાવી લેવાયાના કિસ્સા નોંધાયા છે જેમાં મુંબઈમાં એક શેફની નોકરી ન હોવાના કિસ્સામાં આત્મહત્યાની કોશિશમાં આયર્લેન્ડની ફેસબુક ઓફિસ દ્વારા જાણકારી મળતા મુંબઈ પોલીસે બચાલી લીધો હોવાની ઘટના બની હતી સાથે જ આ સિવાય સાંતા ક્રુઝમાં એક 21 વર્ષીય માનસિક તણાવગ્રસ્ત યુવતીને પણ પોલીસ દ્વારા પરિવારજનો દ્વારા માહિતી મળતા બચાવી લેવાની ઘટના નોંધાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.