The young woman lost her legs after the engagement in Patan; Living in bed for 2 years, tears will come to the eye knowing what the young man did
અમર પ્રેમ /
પાટણમાં સગાઈ બાદ યુવતીએ પગ ગુમાવ્યા; 2 વર્ષ પથારીમાં રહી, યુવકે જે કર્યું તે જાણીને આંખમાં આંસુ આવી જશે
Team VTV01:39 PM, 04 Dec 22
| Updated: 02:14 PM, 04 Dec 22
આપણે પ્રેમના અઢળક કિસ્સાઓ ફિલ્મમાં તો જોયા જ હશે પણ હકીકતમાં આવો જ એક કિસ્સો પાટણમાંથી પ્રકાશમાં આવ્યો છે અને હાલ આ લગ્નનો કિસ્સો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે
યુવકે વિકલાંગ યુવતીને હાથો માં ઉઠાવી લગ્ન ના ફેરા ફર્યા
સગાઈ બાદ અકસ્માતમાં રીનલબા ઝાલા વિકલાંગ બન્યા
પરિવારજનો અને સમાજના વડીલો કર્યો હતો સગાઈ તોડવાનો નિર્ણય
મહાવીર તેના નિર્ણય પર અડીખમ રહ્યો
ફિલ્મી કહાની પણ ક્યારેક હકીકત બની જાય છે. હારિજના કુકરાણા ગામના એક યુવાનની યુવતી સાથે સગાઇ બાદ અક્સ્માતમાં યુવતીએ બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતા યુવકે લગ્નનો વાયદો નિભાવી વિકલાંગ યુવતી સાથે લગ્ન કર્યાં હતા. આજે અમે તમને આવી જ સ્વાર્થ ની દુનિયામાં નિસ્વાર્થ સબંધની એક સાચી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અકસ્માતમાં યુવતીની કમરનું હાડકું ભાંગી ગયું
આપણે પ્રેમના અઢળક કિસ્સાઓ ફિલ્મમાં તો જોયા જ હશે પણ હકીકતમાં આવો જ એક કિસ્સો પાટણમાંથી પ્રકાશમાં આવ્યો છે. હાલ આ લગ્નનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને તેની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હાથો માં ઉઠાવી લગ્ન ના ફેરા ફરતા આ દ્રશ્યો કોઈ ફિલ્મ દ્રશ્યો નથી પણ આ સત્ય ઘટના છે. જણાવી દઈએ કે આ કિસ્સો પાટણના હારીજ તાલુકાના કુક્રારાણા ગામનો છે. આ ગામના મહાવીર સિહ વાઘેલાની સગાઈ અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરીવાની દીકરી રીનલબા ઝાલા સાથે થઈ હતી. પણ થયું એવું કે સગાઈ ના બે મહિના બાદ આ રીનલબા ખેતરના એક વૃક્ષ પરથી નીચે પડી હતી. આ અકસ્માતમાં તેની કમરનું હાડકું ભાંગી ગયું હતું.
યુવક તેના નિર્ણય પર અડીખમ રહ્યો
આ અકસ્માતને કારણે એ રીનલબા બંને પગથી વિકલાંગ બની ગયા હતા. આ વાતને બે વર્ષ વીતી ગયા અને આટલો સમય પસાર થતાં સમાજના વડીલો એ મહાવીર સિહને યુવતી સાથેની સગાઈ તોડી નાખવા જણાવ્યું હતું. વડીલોના આ નિર્ણયને કારણે એ રીનલબા પણ ભાંગી પડ્યા હતા. બીજી તરફ સગાઈ કરનાર મહાવીર સિહે રીનલબા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે મહાવીર સિહના આ લગ્ન કરવાના નિર્ણયને કારણે તેના પરિવારજનો અને સમાજના વડીલો નારાજ હતા અને વિકલાંગ યુવતી સાથે લગ્ન ન કરવાં મહાવીર સિહને સમજાવતા હતા. પણ મહાવીર સિહ તેના નિર્ણય પર અડીખમ રહ્યો. જ્યારે કોઈએ એ મહાવીર સિહનો સાથ ન આપ્યો ત્યારે તે રીનલબાને હાથોમાં ઉઠાવી કોર્ટમાં લઈ ગયો અને ત્યાં જઈને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
અક્સ્માતમાં બંને પગ ગુમાવ્યા છે તેમાં તેનો શું દોષ?
અક્સ્માતમાં બંને પગ ગુમાવનાર એક વિકલાંગ યુવતીને આ યુવકે પોતાની જીવન સાથી બનાવી અને કાયમ તેનો સાથ આપવાનો નિર્ણય કરી લીધો છે. આ વિશે વાત કરતાં મહાવીર સિહ વાઘેલાએ કહ્યું કે મારી સગાઈ થઈ ત્યારે રીનલબા સારી-સાજી છોકરી હતી અને આજે તેનાં અક્સ્માતમાં બંને પગ ગુમાવ્યા છે તેમાં તેનો શું દોષ? હુ તેની સાથે લગ્ન કરીને ખુશ છું અને જિંદગીભર તેનો સાથ નિભાવીશ.' જો કે આ લગ્ન પછી મહાવીર સિહના માતાપિતા પણ ખુશ છે.
આ કિસ્સાને સાંભળીને લોકોને વિવાહ ફિલ્મની યાદ આવી ગઈ હતી. જો કે એ ફિલ્મ માં માત્ર કાલ્પનિક ઘટના બની હતી પણ એવી જ આ સત્ય ઘટના આજના સ્વાર્થી સમાજને એક નવુ ઉદારણ પૂરું પાડે છે.