બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'તું માતાજીનો ફાળો ખાઈ ગયેલ છું', જેતપુરમાં પિતરાઈ ભાઈએ ભાઈને પતાવી દીધો, છરી હુલાવી હત્યા
Last Updated: 08:40 PM, 14 July 2024
જેતપુરના થાણાગાલોલ ગામે પિતરાઈ ભાઈ દ્વારા યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે.. ગામના મંદિરમાં માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત ભાઈને તેના પિતરાઈ ભાઈએ માંડવાના આયોજનના હિસાબને લઈને ચર્ચા કરવા માટે બોલાવીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી...
ADVERTISEMENT
હિસાબ બાબતે તું-તું-મેં-મેેં થતા તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા
ગામમાં વેલનાથ મંદિરના માંડવામાં ખર્ચાનો હિસાબ અશોક મકવાણા દ્વારા માંગવામાં આવ્યો હતો. અશોક મકવાણાનો એવો આક્ષેપ હતો કે રણજીત માંડવાના આયોજનના પૈસા ખાઈ ગયો છે... આ બાબતે તે બંને વચ્ચે તુતુમેમે થઈ હતી... જે ઝઘડો થતાં તેણે રણજીતને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી...
ADVERTISEMENT
રણજીતનો મોટો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો
આ બનાવની જાણ કોઈક મિત્રએ રણજીતના પરિવારને કરતાં રણજીતનો મોટો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અશોકને ફરાર થતાં જોઈ ગયો હતો... રણજીતને હોસ્પિટલ લઈ જતાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.