બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / The year 2023 will be great for these zodiac signs, Saturn will bless you immensely

રાશિભવિષ્ય / 2023નું વર્ષ આ રાશિઓ માટે રહેશે શાનદાર, શનિદેવથી થશે તમારી પર અપાર કૃપા

Megha

Last Updated: 11:40 AM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ માટે શનિની મહાદશા સમાપ્ત થશે. ચાલો જાણીએ કે શનિના આ સંક્રમણથી આવતા વર્ષે કઈ રાશિઓ ભાગ્યશાળી સાબિત થશે.

  • શનિ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે
  • શનિના આ સંક્રમણથી આવતા વર્ષે આ રાશિનું ભાગ્ય ખુલશે 
  • આ 4 રાશિઓ માટે શુભ રહેશે શનિનું આ સંક્રમણ

કર્મફળ દાતા અને ન્યાયના દેવતાથી પ્રસિદ્ધ ભગવાન શનીદેવ દરેક લોકોને તેના કર્મના આધારે ફળ આપે છે. ન્યાયના દેવતા નવગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે અને આ કારણોસર જ તે સાડા સાત વર્ષ સુધી દર એક રાશિમાં રહે છે. જણાવી દઈએ કે વર્ષ 2023માં શનિ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે અને 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ રાશિ પરિવર્તનને કારણે દરેક રાશિ પર અસર પડશે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ માટે શનિની મહાદશા કે સાડા સાતી સમાપ્ત થશે અને લોકોને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. ચાલો જાણીએ કે શનિના આ સંક્રમણથી આવતા વર્ષે કઈ રાશિઓ ભાગ્યશાળી સાબિત થશે.  

આ 4 રાશિઓ માટે શુભ રહેશે શનિનું આ સંક્રમણ
1. વૃષભ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના દસમા ઘરમાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે એ સાથે જ વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની પણ શરૂઆત થશે. જણાવી દઈએ કે આ રાશિની કુંડળીમાં ભાગ્યના સ્થાન પર શનિની અસર પડી રહી હતી અને તેને કારણે એમના સારા દિવસો નહતા ચાલી રહ્યા. શનિની અસરને કારણે એમને સખત મહેનત કરવા છતાં એમને પરિણામ ણઆહતું મળી રહ્યું પણ જાન્યુઆરીમાં કુંભ રાશિમાં સંક્રમણ થતાં જ શનિદેવનો પ્રકોપ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને મહેનતનું પરિણામ પણ મળી રહેશે. જૂની સમસ્યાઓથી છુટકારો મળશે.  

2. મિથુન 
આ સમયે શનિ મિથુન રાશિના ભાગ્ય સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યું છે. વર્ષ 2022 થી મિથુન રાશિમાં શનિની સાડા સાતી  ચાલી રહી છે પણ શનિના આ સંક્રમણથી મિથુન રાશિના લોકોનું ભાગ્ય ખુલશે. સાથે જ વેપાર અને નોકરીમાં અપાર સફળતા મળશે અને પરિવારમાં ચાલી રહેલા અણબનાવમાંથી તમને છુટકારો મળશે. 

3. તુલા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ તુલા રાશિના પાંચમા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોને શનિ  સાડા સાતીમાંથી  મુક્તિ મળશે. શનિના આ સંક્રમણથી આ રાશિના લોકોનું સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. પારિવારિક જીવનમાં સારો તાલમેલ રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે. ભાગીદારી માટે આ સમય સાનુકૂળ છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે. 

4. ધનુરાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. અને આ રાશિ પર છેલ્લા સાડા સાત વર્ષથી શનિની સાડાસાતી ચાલી રહી છે એટલા માટે આ શનિના સંક્રમણથી ધનુ રાશિના લોકોને તણાવ અને માનસિક પરેશાનીઓથી મુક્તિ મળશે. શનિના આ ગોચરથી ધનુ રાશિના લોકોની આર્થિક બાજુ મજબૂત બનશે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Shani Rashi Parivartan 2023 રાશિ ભવિષ્ય શનિ સંક્રમણ શનિનું રાશિ પરિવર્તન Shani Rashi Parivartan 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ