બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 PM, 11 December 2024
ADVERTISEMENT
આપણી પૃથ્વીનો 71 ટકા હિસ્સો પાણીથી ઢંકાયેલો છે. તેનું મોટા ભાગનું પાણી પાંચ મહાસાગરોમાં વહેંચાયેલું છે. જેમાં પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર, સાઉથ અને આર્કટિક મહાસાગરો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોને એક એવું કારણ મળી આવ્યું છે જે વિશ્વના છઠ્ઠા મહાસાગરના નિર્માણનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોને પૂર્વ આફ્રિકામાં એક વિશાળ તિરાડ મળી આવી છે, જે પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આ ટેકટોનિક પ્રવૃત્તિ ધીમે ધીમે આફ્રિકન ખંડને બે ભાગમાં વિભાજિત કરી રહી છે, જેનાથી એક નવો સમુદ્ર બનવાની સંભાવના છે.
આ એક પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ છે જે પૃથ્વીના છઠ્ઠા મહાસાગરની સંભવિત નિર્માણને ચલાવી રહી છે. બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટની પરસ્પર કિયાને કારણે આવું શક્ય બનશે. પૂર્વમાં તે સોમાલી પ્લેટ છે અને પશ્ચિમમાં તે ન્યુબિયન પ્લેટ છે. આ જટિલ ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા અફાર ક્ષેત્રમાં કેન્દ્રિત છે, જ્યાં આ પ્લેટોનું અલગ થવાથી આફ્રિકી મહાદ્વીપને ધીરે ધીરે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી રહ્યું છે, જેમાં પૂર્વીય વિભાગ ભવિષ્યમાં નાનો-ખંડ બની શકે છે.
ADVERTISEMENT
રિફ્ટ સિસ્ટમ ઇથોપિયાના અફાર ક્ષેત્રથી લઇ પૂર્વ આફ્રિકાના દક્ષિણમાં 3,000 કિમીથી વધુ વિસ્તરમાં ફેલાયેલ છે. આ પ્લેટો વચ્ચે અલગ થવાનો દર અમુક વર્ષે થોડા મિલીમીટર હોવાનો અંદાજ છે. જેમ જેમ પ્લેટો અલગ થાય છે તેમ પૃથ્વીના આવરણમાંથી મેગ્મા ખાલી જગ્યા ભરવા માટે ઉઠે છે, જેનાથી નવા સમુદ્રી પોપડાની રચના બને છે. આ પ્રક્રિયા એ જ મિકેનિઝમ જેવી છે જેને એટલાન્ટિક મહાસાગરની રચના કરી હતી જ્યારે સાઉથ અમેરિકા અને આફ્રિકા લાખો વર્ષો પહેલા અલગ થયા હતા.
પૂર્વ આફ્રિકામાં પૃથ્વીના સંભવિત છઠ્ઠા મહાસાગર બનવાથી નોંધપાત્ર ભૌગોલિક ફેરફારો થવાની સંભાવના છે. જેમ જેમ આફ્રિકન ખંડનું વિભાજન થશે તેમ તેમ પૂર્વીય વિભાગ છેલ્લે એક અલગ નાનો ખંડ બની શકે છે, જે લાખો વર્ષો પહેલા આફ્રિકાથી મેડાગાસ્કરના અલગ થવાની યાદ અપાવે છે. આ પ્રોસેસથી તિરાડના કિનારે એક નવો દરિયાકિનારો બનાવી શકે છે.
આ મહાદ્વાપીય સેપરેશનથી પ્રદેશની ટોપોગ્રાફી અને ઇકોસિસ્ટમ પર દૂરગામી અસરો થવાની શક્યતા છે. જેમ જેમ તીરાડ પહોળી થશે તેમ તેમ તે લાલ સમુદ્ર અને એડનના અખાતના પાણીથી ભરાઈ શકે છે, જે એક નવું સમુદ્રી વાતાવરણ બનાવી શકે છે. આ અદ્વીતીત વસવાટો અને જૈવવિવિધતાના ઉદભવ તરફ દોરી શકે છે, તેમજ અસરગ્રસ્ત દેશો માટે સંભવિત આર્થિક અવસર પણ પેદા થઈ શકે છે.
પૃથ્વીના સંભવિત છઠ્ઠા મહાસાગરની રચના એક ધીમી પ્રોસેસ છે જે લાખો વર્ષોથી ચાલી રહી છે. પરંતુ તેમાં તાજેતરના સમયમાં તેમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો છે. વર્ષ 2020માં વૈજ્ઞાનિકોએ આગાહી કરી હતી કે આફ્રિકા બે અલગ ભાગોમાં વિભાજીત થશે અને એક નવો મહાસાગર બનશે. આ આગાહીને 2024માં વધુ વેગ મળ્યો જ્યારે દક્ષિણપૂર્વ આફ્રિકામાં એક વિશાળ તિરાડ મળી આવી હતી.
પૂર્વ આફ્રિકામાં છઠ્ઠા મહાસાગરની રચના વૈશ્વિક આબોહવાની પેટર્ન અને દરિયાઈ જૈવવિવિધતા માટે ગહન અસરો કરી શકે છે. જેમ જેમ નવું સમુદ્રી તટપ્રદેશ વિકસિત થશે તેમ તેમ તે સમુદ્રના સર્ક્યુલેશન પેટર્નમાં ફેરફાર થશે. જે સંભવિત રીતે સમગ્ર પ્રદેશમાં અને તેની બહારની હવામાન પ્રણાલીઓને અસર કરી શકે છે. આ ભૂસ્તરશાસ્ત્રીય ઘટના અદ્વિતીય સમુદ્રી જીવસૃષ્ટિની રચના તરફ દોરી શકે છે. જે વિવિધ પ્રજાતિઓ માટે નવા નિવાસસ્થાનો પૂરા પાડી શકે છે
પૃથ્વી પર નવો મહાસાગર બનવાથી તે ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને આર્થિક ગતિશીલતાને નવો આકાર મળી શકે છે. હાલમાં યુગાન્ડા અને ઝામ્બિયા જેવા અંતર્દેશીય દેશોને દરિયાકિનારાની પહોંચ મળી શકે છે. જે દરિયાઈ વેપાર અને માછીમારી ઉદ્યોગમાં નવી તકો દ્વારા તેમની આર્થિક સંભાવનાઓને બદલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT