બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 02:29 PM, 25 March 2021
ADVERTISEMENT
પિયુષ ગોયલે સંસદમાં જણાવ્યું કે ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય મૂલ્યોની તુલનામાં ઘરેલૂ બજારમાં વ્હોલસેલ અને રીટેલની કિંમતોમાં કોઇ વધારો થયો નથી. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય ખાદ્યમંત્રીએ કહ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં વૈશ્વિક સ્તર પર વૃદ્ધિ થઇ રહી છે અને ઘરેલૂ ઉત્પાદન અપર્યાપ્ત છે. જેના કારણે ઘરેલૂ ભાવમાં વૃદ્ધિ થઇ છે.
ADVERTISEMENT
શું છે સરકારનો પ્લાન
કિંમતોને કાબૂ કરવાની દિશામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂત ઉદ્યોગ અને કસ્ટમરના હિતોને ધ્યાનમાં રાખતા ખાદ્ય તેલ તેમન અન્ય વસ્તુઓના ભાવ, ઉપલબ્ધતા અને કૃષિ ઉત્પાદન માટે નવી કમિટીની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દેશમાં તેલીબીયાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરીને ખાદ્ય તેલોની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે.
સરસવ તેલના ભાવ
બજારના સૂત્રો અનુસાર, આયાત થનાર સોયાબિન રિફાઇંડના ભાવ આજના આયાત શુલ્ક મુલ્ય અને GST સહિત 145 રૂપિયા કિલો છેજ્યારે સરસવ 125 રૂપિયા કિલો છે. પામોલીનનો ભાવ સરસવ કરતા વધારે છે. બીજા દેશમાં સરસવની માગ પણ છે પરંતુ નવા પાકની આવક વધવાથી બાકી તેલના ભાવ પણ દબાવમાં આવી ગયા હતા અને તેમાં ઘટાડો થયો હતો.
બજારમાં બલ્કનો ભાવ આ પ્રમાણે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.