બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આની વગર અધૂરું કહેવાય છે શ્રાદ્ધનું કાર્ય, પૂજા વિધિ શરૂ કરતા પહેલા જાણી લેજો આ નિયમ

માન્યતા / આની વગર અધૂરું કહેવાય છે શ્રાદ્ધનું કાર્ય, પૂજા વિધિ શરૂ કરતા પહેલા જાણી લેજો આ નિયમ

Last Updated: 10:02 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિના રોજ પિતૃ પક્ષની શરૂઆત થશે. આ સમય પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે મહત્વપૂર્ણ હોય છે.

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો ધરતી પર આવીને પરિવારજનોના દુઃખ દૂર કરે છે અને આશીર્વાદ આપે છે. અત્યારે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિના રોજ પિતૃ પક્ષની શરૂઆત થશે. અને સર્વપિતૃ અમાસના રોજ પૂર્ણ થશે. આ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે મહત્વપૂર્ણ હોય છે. આજે અહીંયા જાણીશું પિતૃપક્ષ સાથે જોડાયેલ કેટલીક જરૂરી બાબતો વિશે.

  • આની વગર અધૂરું છે શ્રાદ્ધ
    પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા અનુષ્ઠાન કરવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં કુશાનું હોવું જરૂરી છે. કુશામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. આ પવિત્ર ઘાસ પિતૃઓના અનુષ્ઠાન માટે એક અનિવાર્ય તત્વ છે. તેના ઉપયોગથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. કુશાને જમણા હાથમાં અનામિકા આંગળીમાં વીંટીના સ્વરૂપમાં ધારણ પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ વખતે કુશાના આસન પર પણ બેસવામાં આવે છે. તેનાથી પૂજા પૂર્ણ અને સફળ માનવામાં આવે છે. કુશા વગર શ્રાદ્ધ અધુરું મનાય છે.

વધુ વાંચો : ઘરમાં આ જગ્યા પર ભૂલથી પણ ન લગાવવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

  • શ્રાદ્ધ પક્ષનું મહત્વ
    પિતૃ પક્ષનો સમય પૂર્વજો સાથે જોડાયેલ આત્માને શાંતિ આપવા માટે સમર્પિત છે. પરિવારનો સૌથી મોટો પુત્ર કે બીજો કોઈ પુરુષ શ્રાદ્ધ કર્મ કરે છે. આ અનુષ્ઠાન પિતૃઓને સાંસારિક બંધનથી મુક્તિ આપવા મદદ કરે છે. અને તમેને મોક્ષ આપવાનું કામ કરે છે. તેનાથી પરિવારમાં સુખ અને શાંતિ મળે છે. પિતૃ પક્ષનું પાલન કરવાથી પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે.
PROMOTIONAL 1
  • આ મંત્રથી પિતૃઓને કરો પ્રસન્ન

ॐ ત્ર્યામ્બકામ યજામહે
સુગંધિમ પુશ્તીવાર્ધાનામ.
ઉર્વારુકામીવા બબંધાનત
મૃતોર્મુક્શીયા મામૃતાત.

  • ૐ તત્પુરૂષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રૂદ્ર: પ્રચોદયાત.
  • ૐ પિતૃગણાય વિદ્મહે જગત ધારિણી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત.

સંકળાયેલા મુદ્દાઓ

Religion Pitrupaksha Dharmra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ