The work of ring road started 10 years ago in Navsari municipality will be completed now, who is responsible for clumsy administration?
લ્યો બોલો /
નવસારીમાં 10 વર્ષ પહેલા ચાલુ કરેલા રિંગ રોડનું કામ હવે પૂરું થશે, અણઘડ વહીવટનો જવાબદાર કોણ?
Team VTV10:48 PM, 20 Oct 21
| Updated: 11:34 PM, 20 Oct 21
10 વર્ષ પહેલા અને અત્યારના ખર્ચના ભારણની જવાબદારી કોની? કયા સુધી ચાલશે આવો વહીવટ
નવસારી ન.પા. બનાવશે રિંગરોડની લેન
1.45 કરોડના ખર્ચે બનાવાશે રિંગરોડની લેન
વધુ દબાણને કારણે પડ્યું હતું કામ ખોરંભે
રિંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે પરંતુ પાલિકાના શાસકો અને વહીવટતંત્રની ઊદાસીનતાના કારણે રીંગરોડને રાજકીય અખાડો બનાવી ૧૦ વર્ષથી જુના રીંગરોડનું કામ ખોરંભે પાડી દેવામા આવ્યુ હતું પરંતુ હવે ૧૦ વર્ષ બાદ પાલિકા ને જૂનો રિંગરોડ યાદ આવ્યો છે અને ૧.કરોડ ૪૫ લાખ રૂપિયા મંજુર કરી ફરી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
10 વર્ષ બીજી લેન બનશે
નવસારી નગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટ પ્રકાશ ટોકીઝથી રૂસ્ટમવાડી, વિરાવળ, ભેંસતખાડા થઈ ઇસ્લામપુરા સુધીના રીંગરોડનો છે,જેમાં ભેંસતખાડાથી આગળ બનાવવો શક્ય બન્યો નથી. સૌપ્રથમ 10 વર્ષ અગાઉ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રીંગ રોડ મંજુર કરવામાં આવ્યો હતો જે શહેરના વિરાવળ નાકાથી ભેસટખાડા સુધીનો બન્યો હતો, 850 મીટર નો રીંગરોડ માત્ર ૪૦૦ મીટર જેટલો જ બન્યો હતો અને અતિક્રમણ વધારે હોવાના કારણે રીંગ રોડ નું કામ અટકાવી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ પાલિકાએ વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીનો રિંગ રોડ મંજુર કર્યો . 10 વર્ષ અગાઉ જે વિરાવળથી ભેસ્તખાડા નો રોડ તે માત્ર એક લેનનો રોડ બન્યો હતો, બીજી લેન કોઈક કારણસર રોડ બનાવાયો ન હતો.10 વર્ષ બીજી લેન બની ન હતી.
1 કરોડથી વધુ રકમની ફાળવણી
હવે 10 વર્ષ બાદ મોડે મોડે બીજી લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે પાલિકા દ્વારા ૧ કરોડ થી વધુની રમક ફાળવી છે, શહેરમાં અધૂરા રહેલા રોડો અને વધતા જતા અતિક્રમણ પર પાલિકા ફરી કેવી રીતે રોડ બનાવશે એ સવાલો પૂર્વ વિપક્ષી સભ્યો પૂછી રહ્યા છે.નવસારી શહેરના ફરતે રીંગ રોડ બનાવવા તમામ ભંડોળ આપીને રાજ્યસરકારે કામ પુર્ણ કરવા તાકીદ કરી છે ત્રણ સ્ટેપમા કામ પુર્ણ કરવાનુ છે જ્યારે ૧૦ વર્ષ વીતવા છતા પાલિકા એ શહેરને એક પણ રિંગરોડની ભેટ આપી શકી નથી શહેરના ફરતે બનાવવામાં આવેલ સ્ટેશન થી વિરાવડ નો રિંગરોડ પૂર્ણ થયો નથી એવામાં પાલિકા ફરી એકવાર જુના રિંગરોડ પર બીજી લેન બનાવવાના દાવા કરી રહી છે.
અત્યાર સુધી વિકાસ કે અધોગતિ?
શહેરના વિકાસની દશા અને દિશા નક્કી કરવા રાજ્યસરકાર જરુરિયાત મુજબ પાલિકાને ભંડોળ આપી વિકસાવવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની આડોડાઈને કારણે રીંગ રોડનુ કામ ખોરંભે પડતા શહેરનો વિકાસ રુંધાયો છે અને ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે ત્યારે શાસકો શહેરનો વિકાસ ઈચ્છે છે ? કે પછી અધોગતી? એ સવાલ પાલિકાના શાસકો સામે આવીને ઊભો છે
વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
નવસારી નગરપાલિકાને 10 વર્ષ સુધી કેમ યાદન આવ્યો રિંગરોડ?
રિંગરોડની બીજી લેન બનાવવા લાગ્યો 10 વર્ષનો સમય?
દબાણ હટાવવા માટે નગરપાલિકાએ કેમ ન કરી કામગીરી?
10 વર્ષ પહેલા અને અત્યારના ખર્ચના ભારણની જવાબદારી કોની?
દબાણો દૂર કર્યા વગર ફરી પાછો શા માટે રોડ કરાયો મંજૂર?
આ કામગીરી કેવી રીતે પૂર્ણ કરાશે, નવસારી ન.પા. પાસે નથી કોઇ નક્કર આયોજન?