સુરતના હરેકૃષ્ણ ગૃપ દ્વારા મહિલા હોકી ટીમનું સન્માન કરવામાં આવશે. હરેકૃષ્ણના માલિક સવજીભાઈ ધોળકીયા છે કે જેઓ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. તેમણે દરેક મહિલા ખેલાડીને 2.5 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
હરેકૃષ્ણ ગ્રુપ દ્વારા મહિલા હોકી ટીમનું સન્માન
દરેક મહિલા ખેલાડીને 2.5 લાખ આપવામાં આવશે
મહિલા હોકી ટીમે દેશને નવી ઓળખ આપી
ઓલમ્પિકમાં આ વર્ષે ભારતીય મહિલા હોકી ટીમ અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પહોંચી હતી.મહિલા હોકી ટીમની આ સિદ્ધિથી દેશવાસીઓ ગદગદ થઈ ગયા છે. સાથેજ દરેક ભારતીયોમાં હાલ ગર્વનો માહોલ છે અને તેમણે દેશનું ગૌરવ વધાવવા બદલ ભારતીય મહિલા હોકી ટીમનો આભાર માન્યો છે.
દરેક મહિલા ખેલાડીને ઈનામ આપવામાં આવશે
મહિલા હોકી ટીમની પ્રતિભાને માન સન્માન આપનાર અનેક લોકો તથા સંસ્થાઓએ તેમને ઈનામ આપવાની જાહેરાત કરી છે. જેમા ટીમમાં શામેલ દરેક મહિલા ખેલાડીઓને ઈનામ આપવામાં આવશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2021
ઈનામ પેટે 2.5 લાખ આપવામાં આવશે
સુરતના હરેકૃષ્ણ ગૃપ દ્વારા મહિલા હોકી ટીમનું સન્માન કરવામાં આવશે. જેમા તેઓ દરેક મહિલા ખેલાડીને 2.5 લાખનું ઈનામ આપવાના છે . સુરતના હરેકૃષ્ણ ગૃપ દ્વારા મહિલા હોકી ટીમના દરેક ખેલાડી મહિલાનું સન્માન કરવામાં આવશે જેમા તેઓ દરેક મહિલાઓને ઈનામ પેટે 2.5 લાખ રૂપિયા આપવાના છે. હરેકૃષ્ણ ગૃપ સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાનું છે. તેમનું માનવું છે કે મહિલા હોકી ટીમની ખેલાડીઓએ ઓલમ્પિકમાં ભારતની નવી ઓળખ ઉભી કરી છે.
ઓલમ્પિકના ખેલાડીઓને ઈનામ
ઉલ્લેખનીય છે કે ઓલમ્પિકમાં દેશના જે પણ ખેલાડીઓ રમ્યા હતા. તેમણે દેશને એક નવી ઓળખ આપી હતી. જેથી મોટા ભાગના ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઈનામ આપવામાં આવી રહ્યા છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા પણ ઈનામ આપીને તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.