The Woman-11 team made from the film Lagaan and now the women of Gujarat will continue to watch it
આત્મનિર્ભર /
લગાન ફિલ્મ પરથી બનાવી વુમન-11 ટીમ અને હવે એવું કામ કરે છે ગુજરાતની મહિલાઓ જોતી રહી જશે
Team VTV09:22 PM, 28 Nov 21
| Updated: 09:23 PM, 28 Nov 21
કચ્છના કુનરિયા ગામની ગામની 11 મહિલાઓએ ગામના લોકોને જે જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી તેનું ઘર આંગણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરી આત્મનિર્ભર બનવાની સિદ્ધિ
મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
વુમન-11ની ટીમ બની પ્રેરણારૂપ
કુનરીયાની ગામની મહિલાઓ બની સશક્ત
જે પોતાની કુખે યૌદ્ધાને જન્મ આપી શકે.. તે નારી કાંઈપણ કરી શકે. અને ભૂતકાળમાં અને ઈતિહાસમાં તેના અનેક ઉદાહરણો છે. કચ્છની આ મહિલાઓ જેમને પોતાની કામગીરી બદલ વુમન-ઈલેવનના નામે ઓળખવામાં આવે છે.. કારણ કે, આ વૂમન-ઈલેવનની ટીમ પોતાના દમ પર આત્મનિર્ભર બની છે.. ત્યારે શું કર્યું આ મહિલાઓએ કે, ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની ગઈ આવો જોઈએ આ રિપોર્ટમાં
ફિલ્મથી બની વાસ્તવિકતા
એક ફિલ્મ કોઈ માટે પ્રેરણા બની જાય અને માણસના જીવનમાં પ્રગતિની સાથે-સાથે પરિવર્તન લાવે તેવું તમે ક્યાંય જોયું છે.. નહીં જ જોયું હોય.. તો આજે ભૂજના કુનરીયા ગામમાં જોઈ લો...કારણ કે, આ ગામની વુમન-11 એ જે સિદ્ધિ હાંસિલ કરી તે સૌથી હટકે છે. કારણ કે, આ ગામની મહિલાઓએ કોરોના કાળમાં પડેલી મુશ્કેલીઓને જોતા પોતાના પગ પર ઊભા થવાનો નિર્ધાર કર્યો.. અને તેમણે પોતાના કુનરિયા ગામમાં બનેલ બોલિવૂડની ફિલ્મ લગાનને પોતાની પ્રેરણા બનાવી આ ગામમાં જ લગાન ફિલ્મ બની હતી. અને તેમાં ગામના જ યુવાનોએ 11 લોકોની ટીમ બનાવીને અંગ્રેજોને ક્રિકેટમાં હરાવ્યા હતા. આવી જ રીતે આ ગામની 11 મહિલાઓએ પણ પોતાની ટીમ બનાવી. અને ગામના લોકોને જે જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી તેનું ઘર આંગેણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરી આત્મનિર્ભર બનવાની સિદ્ધિ મેળવી.
દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ
મહિલાઓએ લોકોના ઘરમાં અને ગૃહિણીઓને જે વસ્તુની જરૂરિયાત પડે છે તેવી તમામ વસ્તુઓને ઘર આંગણે જ બનાવી, પોતાનો ગૃહ ઉદ્યોગ બનાવ્યો. ગામમાં જ સ્ટોલ શરૂ કર્યો.. જેથી કરીને ગામના લોકોને જીવન-જરૂરી વસ્તુ માટે શહેર ન જવું પડે.. જોકે અહીં મહિલાઓની શરૂઆતને ગામલોકોએ પણ આવકારી અને તેમને આ કાર્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.. એટલું જ નહીં આ વુમન-11ને સફળતા મળતા જ હવે આ ટીમ ગામની અન્ય મહિલાઓને પણ પોતાના ગૃહ ઉદ્યોગમાં જોડી તેમને પણ પગભર બનાવવા માગે છે.. એટલે કે, આ ગામની મહિલાઓએ સૌનો સાથ-સૌનો વિકાસ મંત્રને પણ પોતાના જીવનનો એક ગોલ બનાવી લીધો છે.
ખરા અર્થમાં આત્મનિર્ભર
આત્મનિર્ભર ભારત. પ્રધાનમંત્રી મોદીનો આ મંત્ર એવું લાગે છે કે, દેશના લોકો માટે જીવનમાં નવા પરિવર્તનનો મંત્ર બની ગયો છે.અને કુનરિયા ગામની મહિલાઓની આ સિદ્ધિએ તો આ મંત્રને જાણે સાર્થક જ બનાવી દીધો છે. ત્યારે આશા રાખીએ કે,આ ઘટનામાંથી સકારાત્મક પ્રેરણા લઇ અનેક મહિલાઓ પોતાની અંદર છુપાયેલી આવડતને બહાર લાવશે.અને આ રીતે જીવનમાં સફળતાની દીશામાં આગળ વધશે..