બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: કચ્છના ભૂજોડી ગામની વણાટની કળા ખૂબ જ અનોખી, કારીગરીની વિશ્વમાં ભારે બોલબાલા

વૈવિધ્યસભર / VIDEO: કચ્છના ભૂજોડી ગામની વણાટની કળા ખૂબ જ અનોખી, કારીગરીની વિશ્વમાં ભારે બોલબાલા

Last Updated: 10:47 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂજોડી......કચ્છ જિલ્લામાં આવેલું એક અનોખું ગામ, જે કારીગરીની સ્થાયી ભાવનાનો જીવંત સાક્ષી છે. સદીઓથી, વણકર સમુદાય આ ગામમાં વસેલો છે

ભારતમાં રાજસ્થાન બાદ હસ્તકલા ક્ષેત્રે જો કોઈનું નામ આવતું હોય તો તે છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું ખોબા જેવડું ગામ ભૂજોડી. આ નાનું એવું ભૂજોડી ગામ હસ્તકલાના કારીગરોની ખાણસમાન છે. વણાટક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડનારા આ ગામના કારીગરોએ ગુજરાતમાં સૌથી વધુ રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે.

વણાટની આ કળા અનોખી છે

ભૂજોડી......કચ્છ જિલ્લામાં આવેલું એક અનોખું ગામ, જે કારીગરીની સ્થાયી ભાવનાનો જીવંત સાક્ષી છે. સદીઓથી, વણકર સમુદાય આ ગામમાં વસેલો છે. તેમનું જીવન પરંપરાના દોરા સાથે જટિલ રીતે વણાયેલું છે. મુખ્યત્વે ધાબળા, શાલ અને કાર્પેટ વણાટમાં તેમની કુશળતા માટે જાણીતા ભૂજોડીના કારીગરોએ તેમના વારસાને એક સમૃદ્ધ ઉદ્યોગમાં પરિવર્તિત કર્યો છે. અહીંના કારીગરોની અદભૂત કળાને કારણે આજે આખા વિશ્વમાં હસ્તકલા ક્ષેત્રે ભૂજોડીના નામનો ડંકો વાગી રહ્યો છે. કચ્છ આવતા પ્રવાસીઓ ભૂજોડીની અચૂક મુલાકાત લે છે. અને અહીં બનેલી વસ્તુઓ ખરીદે છે. કચ્છ પ્રદેશની હસ્તકલાને પુન:જીવિત કરવામાં સરકારની પહેલોએ પણ ખૂબજ જ જરૂરી પ્રોત્સાહન પુરું પાડ્યું છે. પ્રદર્શનો અને મેળાઓએને કારણે હવે નવા બજારો ખુલ્યા છે. ભૂજોડીના વણકરોએ પણ સમયની સાથએ તાલ મીલાવીને તેમની ઉત્પાદન શ્રેણીમાં વૈવિધ્યીકરણ કર્યું છે. પરંપરાગત કાર્પેટ અને ધાબળા વણવા ઉપરાંત તેમણે વિકસતી રુચિઓને પૂરી કરવા માટે સાડીઓ અને સ્ટોલ્સમાં પણ ઝંપલાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરોના ટાર્ગેટ પર આ લોકો, 10 ટકે આપી 15 ટકાની પઠાણી ઉઘરાણી કરતાં 2 ઝબ્બે

PROMOTIONAL 8

ભૂજોડીના વણકરોએ સમય સાથે તાલ મિલાવ્યો

ગુજરાત સરકારની ‘ગરવી ગુર્જરી’ પહેલ પણ તેના એમ્પોરિયા, પ્રદર્શનો અને ઓનલાઈન માધ્યમો દ્વારા રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરને પુનર્જીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં તેનું વેચાણ 50 વર્ષનો રેકોર્ડ તોડીને 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભૂજોડીના આ નિષ્ણાંત કારીગરો આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. પરંપરા અને નવીનતા એક જીવંત અને ટકાઉ ભવિષ્ય તરફ દોરી જવા માટે કેવી રીતે એકસાથે કામ કરી શકે છે તેનું તેઓ એક ઉત્તમ ઉદાહરણ બન્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weaving Art Handicraft Artisans Kutch News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ