The weather forecast that you have been waiting for will rain these days
આગાહી /
હવામાન વિભાગની આવી એવી આગાહી જેની તમે રાહ જોઈ રહ્યાં હતાં, આ દિવસોમાં થશે વરસાદ
Team VTV03:30 PM, 11 Aug 21
| Updated: 03:36 PM, 11 Aug 21
ગુજરાતમાં વરસાદને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું
હવામાન વિભાગે આપ્યા શુભસંકેત
17 ઓગસ્ટ બાદ થશે વરસાદ
ગુજરાતમાં વરસાદને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ સેવી છે. એટલું નહીં રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.
17 ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસુ થશે સક્રિય
હવામાન વિભાગે આગાહી કરતા વધુમાં કહ્યું કે રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદને લાંબો વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદી સસ્ટિમ સક્રિય થાય તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે આપ્યા શુભસંકેત
હવામાન વિભાગે ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડી તેવી હવામાને શક્યતાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ સારા વરસાતની ઘટ જોવા મળી રહી છે જેને લઈ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ભારે વરસાદની હાલ શકયતા નહીં
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.
15 ઓગસ્ટ બાદ થઈ શકે છે વરસાદ
જો કે દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરતું આજે ફરી હવામાનના જમાવ્યું મુજબ ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે ઉલ્લેખનિય છે કે જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે.
ઓગસ્ટ માસ પ્રમાણે 44 ટકા વરસાદની ઘટ
મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેમ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દીધી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે અણસાર આપ્યો છે. જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.