બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / The wealth of the world's rich decreased overnight, the wealth of Adani-Ambani increased

અમીરોની સંપત્તિ ઘટી / દુનિયાના અમીરોની સંપત્તિમાં રાતોરાત ઘટાડો, બેઝોસે 1.63 લાખ કરોડ ગુમાવ્યા, અદાણી-અંબાણીની સંપત્તિ વધી

Priyakant

Last Updated: 12:03 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bloomberg Billionaires Index News: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન, અબજોપતિઓની સંપત્તિ ઘટવાની અદાણી-અંબાણીની સંપત્તિમાં વધારો

  • બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર દુનિયાના અમીરોની સંપત્તિમાં રાતોરાત ઘટાડો 
  • છેલ્લા 24 કલાકમાં બેઝોસે 1.63 લાખ કરોડ ગુમાવ્યા, ટોચના અબજોપતિઓની સંપત્તિ ઘટી 
  • અબજોપતિઓની સંપત્તિ ઘટવાની વચ્ચે ટોપ-20માં અદાણી-અંબાણીની સંપત્તિમાં વધારો 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં રીતસરની સુનામી જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, નંબર વન અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી, બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે. ખાસ વાત એ છે કે, તમામ અમીરોની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.  

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનો શું છે રિપોર્ટ? 
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં ટોપ-20માં સામેલ 18 અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. તેમની નેટવર્થમાં $19.8 બિલિયન અથવા લગભગ રૂ. 1,63,909 કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે, તેમની નેટવર્થ ઘટીને $139 બિલિયન થઈ ગઈ છે. જોકે બેઝોસ હજુ પણ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટને છેલ્લા 24 કલાકમાં $11.2 બિલિયન અથવા લગભગ 92,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે ફ્રેન્ચ અબજોપતિની નેટવર્થ $200 બિલિયનની નીચે પહોંચી ગઈ છે. સમાચાર લખાય ત્યાં સુધી આર્નોલ્ટ 192 બિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાને હતું.

એક તરફ સગાઈનો આનંદ અને સંપત્તિ ગુમાવવાનું દુ:ખ
જેફ બેઝોસને સુખ અને દુ:ખ બંને એકસાથે મળ્યા છે. વાસ્તવમાં વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર બેઝોસે તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે સગાઈ કરી લીધી છે. આ કપલ હાલમાં ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છે અને સાંચેઝની આંગળીમાં હૃદય આકારની વીંટી જોઈને તેમની સગાઈના સમાચાર ચર્ચામાં છે. આ ખુશીની વચ્ચે જેફ બેઝોસની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો કોઈ દુ:ખથી ઓછો નથી.

મસ્કની નેટવર્થમાં પણ નોંધાયો ઘટાડો 
આ તરફ પ્રોપર્ટીમાં આ સુનામીને કારણે નંબર વન ચેર માટે બર્નાર્ડ આર્નોલ્ટ અને એલોન મસ્ક વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. જોકે મસ્કની નેટવર્થમાં પણ 2.22 અબજ ડોલર અથવા રૂ. 18,379 કરોડનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 180 અબજ ડોલર પર આવી ગયો છે. તદનુસાર બે ટોચના અબજોપતિઓ વચ્ચેની મિલકતનો તફાવત ઘટીને માત્ર $12 બિલિયન થઈ ગયો છે. 

ખોટ સહન કરનારા અન્ય અબજોપતિઓની વાત કરીએ તો બિલ ગેટ્સે $1.02 બિલિયન, વોરેન બફેટને $2.19 બિલિયન, લેરી એલિસનને $2.90 બિલિયન અને લેરી પેજને છેલ્લા 24 કલાકમાં $1.95 બિલિયનનું નુકસાન થયું છે. આ સાથે સ્ટીવ બાલ્મરની નેટવર્થમાં $1.89 બિલિયનનો ઘટાડો થયો છે. સર્ગેઈ બ્રિનને $1.86 બિલિયનનું નુકસાન, લાંબા સમય બાદ ટોપ-10માં પ્રવેશેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગને $554 મિલિયનનું નુકસાન થયું છે. આ યાદીમાં કાર્લોસ સ્લિમ હેલુ, ફ્રાન્કોઈસ બેટનકોર્ટ, અમાનીકો ઓર્ટિગા, જિમ વોલ્ટન, રોવ વોલ્ટન જેવા મોટા નામો પણ સામેલ છે.

ટોપ-20માં અદાણી-અંબાણીની સંપત્તિ વધી 
જો દુનિયાના ટોપ-20 અમીરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં માત્ર ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ $4.38 બિલિયન વધીને $64.2 બિલિયન થઈ ગઈ છે અને તેઓ અમીરોની યાદીમાં 5 સ્થાનની છલાંગ લગાવીને 18માં સ્થાને પહોંચી ગયા છે. તો બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થ $5.49 મિલિયનના વધારા સાથે $84.1 બિલિયન થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bloomberg Billionaires Index અદાણી-અંબાણી અમીરોની સંપત્તિ એમેઝોન જેફ બેઝોસ નેટવર્થ Bloomberg Billionaires Index
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ