મેઘમહેર / ભરૂચ પાસે નર્મદાનું જળસ્તર વધ્યું, 900 લોકોનું કરાયું સ્થળાંતર

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી પર ભરૂચમાં બનેલા ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળસપાટી 33 ફૂટે પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાંથી 9.56 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે..

બ્રેકિંગ ન્યૂઝ