ધાનેરાના વોરવાડ વિસ્તારમાં દિવાલ તૂટી પડતા 4 મજૂરના કમકમાટી ભર્યા મોત

By : kavan 08:01 PM, 15 May 2018 | Updated : 08:01 PM, 15 May 2018
બનાસકાંઠાના ધાનેરા વોરવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. દિવાલ પડતા 4 મજૂરના મોત થયા હતા.નવું મકાન બનાવતી વખતે દિવાલ ધરાશાઈ થઇ હતી. આ દુર્ઘટનામાં ચાર મજૂર દિવાલ નીચે દટાઈ જતા મોત થયા હતા. જર્જરિત દિવાલ ધસી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

આ ઘટના અંગે મળતી વિગત પ્રમાણે બનાસકાંઠાના ધાનેરા વોરવાડ વિસ્તારમાં એક અતિ જૂના મકાનનું સમાર કામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે આજરોજ અચાનક એક દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી,જો કે આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જો કે આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથક અને રાજ્યની ઇમરજન્સની સેવા 108ને કરવામાં આવતા ધાનેરા પોલીસ,નગરપાલિની ટિમ તથા 108 તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચેલ અને તપાસ હાથ ધરતા 4 જેટલા મજૂર આ દિવાલ નીચે દટાઇ જવાનું માલૂમ પડતા આ શ્રમિકોને તાબડતોબ દિવાલ નીચેથી બહાર કાઢવામા આવ્યા હતા અને 108 મારફતે નજીકના દવાખાને મોકવામાં આવેલ જો કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અને તેમની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે મામલે ધાનેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 Recent Story

Popular Story