બિટકોઈન કૌભાંડ મામલે VTVની ટીમ પહોચી પિયુષ સાવલિયાના ઘરે

By : vishal 03:01 PM, 17 May 2018 | Updated : 03:01 PM, 17 May 2018
સુરતમાં બિટકોઈન મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે CID ક્રાઈમ દ્વારા પિયુસ સાવલિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

VTVની ટીમ પિયુષ સાવલિયાના ઘરે પહોંચી છે. પિયુષ સાવલિયા બે રૂમના સામાન્ય મકાનમાં રહે છે. પિયુષના ઘરે પહોચેલી VTVની ટીમે તેના પિતા વિનુ સાવલિયા સાથે વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન  પિયુષ સાવલિયાના પિતા વિનુ સાવલિયાએ જણાવ્યુ હતું કે, CID ક્રાઈમના અધિકારીઓ બે દિવસ પહેલા પિયુષને ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ પિયુષને CID ક્રાઈમની કચેરીમાં પણ જોયો હતો.

આ મામલે તેમણે તેમના જમાઈ પુનિતની સંડોવણી નહી હોવાનો દાવો પણ કર્યો હતો. સાથે જ પિયુષ સાવલિયાની ભાભી રિટાબેને પણ VTVની ટીમ સાથે વાતચીત કરી હતી. તેમણે પિયુષના ધંધા અંગે કોઈ જાણકારી ન હોવાનો દાવો પણ કર્યો હતો. Recent Story

Popular Story