સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રજૂ કરેલ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ડિસેમ્બર 2021 સુધી કોરોનાની વેક્સિનના 113.2 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા હશે.
કોરોનામાં વેક્સિન ખાસ જરૂરી
દુનિયાના 2.6 લોકોએ જ લીધી વેક્સિન
ભારતની જીડીપીને થશે નુકસાન
જ્યારે ભારતના 15 ટકા લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યા હશે ત્યારે લગભગ 84 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી શકવાનું જ સંભવ થયુ હશે. અનુમાન છે કે મેના ત્રીજા અઠવાડીયામાં કોરોનાની બીજી લહેર ટોચ પર પહોંચી હશે.
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે સંપૂર્ણ દેશમાં કોરોનાની વેક્સિન લગાવવામાં આવેલ ખર્ચ આખા દેશની જીડીપીનું લગભગ 0.1 ટકાની નજીક હોઇ શકે છે. જ્યારે દેશમાં લોકડાઉનનો નિર્ણય લેવાશે તો ખુબ નુકસાન થશે. દેશના ઘણા હિસ્સાઓમાં લગાલે આંશિક અથવા પૂર્ણ લોકડાઉનના કારણે જ અત્યાર સુધી જીડીપી 0.7 ટકાનું નુકસાન થયુ છે.
તે બાદ અર્થવ્યવસ્થામાં જીડીપીના 10.54 ટકાની વૃદ્ધિ થવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ જ પ્રકારનું અનુમાન વિશ્વની અન્ય આર્થિક એજન્સીઓએ પણ લગાવ્યું છે.
એસબીઆઇની રિપોર્ટ અનુસાર સ્પેનિશ ફ્લૂની બીજી લહેર કરતા બીજી લહેરમાં વધારે મોત થયા છે. અનુમાન છે કે કોરોનાની પણ બીજી લહેર પહેલા કરતા વધુ ઘાતક છે. મોટા પ્રમાણમાં વેક્સિનેશન પ્રોગ્રામને આગળ વધારવા માટેની સલાહ અપાઇ છે.
અનુમાન છે કે આખી દુનિયામાં લગભગ 90 કરોડ લોકોએ વેક્સિન લીધી છે પરંતુ વેક્સિનેશન કાર્યક્રમમાં દુનિયાના ટોપ 15 દેશમાં ભારે માત્રામાં વેક્સિનેશન થયુ છે પરંતુ ભારત આ અભિયાનમાં હજુ પણ ખુબ પાછળ છે.
અત્યાર સુધી દુનિયાના માત્ર 2.6 ટકા જન સંખ્યાએ જ વેક્સિનેશનનો લાભ લીધો છે. ભારતમાં 1.2 ટકા લોકોએ જ અત્યાર સુધી વેક્સિન લીધી છે. ઘણા રાજ્યોમાં વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતિ ન હોવાને કારણે સંખ્યા આગળ નથી વધી રહી.
કેટલી જનતાએ લીધી વેક્સિન
અનુમાન છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા જુલાઇ 2021 સુધી પ્રતિ મહિનો 11 કરોડ કોરોના વેક્સિનનુ ઉત્પાદન કરી શકશે. જુલાઇ સુધી ભારત બાયોટેક 1.2 કરોડ ડોઝ પ્રતિ મહિનો ઉત્પાદન કરી શકાશે. મે મહિનાથી રશિયાની વેક્સિન સ્પૂતનિક વેક્સિનની આયાત પણ શરૂ થઇ જશે.
દેશને કેટલુ નુકસાન
રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે વેક્સિન લગાવવામાં જેટલી ધનરાશિ ખર્ચ કરવી પડશે તે લોકડાઉન લગાવવાના કારણે થયેલ નુકસાન કરતા ઘણી ઓછી હશે. અનુમાન છે કે રાજ્યાએ નક્કી કરેલ કિંમત અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલી મફત વેક્સિનને મળીને અર્થવ્યવસ્થા પર કુલ 0.1 ટકા ભાર પડી શતે છે. અને જો લોકડાઉન લગાવવામાં આવશે તો ત્યાક વધારે ભાર પડી શકે છે. અત્યારે લગાવેલા આંશીક લોકડાઉનમાં જ 0.7 ટકા નુકસાન થઇ ચૂક્યુ છે.