બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / The video of voting in the booth went viral

ઈલેકશન 2022 / નિયમો નેવે મૂક્યા: બૂથમાં વોટ આપતા વીડિયો વાયરલ થતાં રાજનીતિમાં ગરમાવો, આ જગ્યાઓ પર બની ઘટનાઓ

Dinesh

Last Updated: 04:29 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપડવંજના ચરેડમાં ભાજપે અટકાવ્યું મતદાન તેમજ ગોધરામાં ભાજપના ઉમેદવારને મત આપતો અને ધોળકા વિધાનસભા બેઠકના બૂથનો વીડિયો વાયરલ

  • કપડવંજના ચરેડમાં ભાજપે અટકાવ્યું મતદાન 
  • મતદાન કરતાનો વીડિયો વાયરલની ઘટનાઓ
  • ગોધરામાં ભાજપના ઉમેદવારને મત આપતો વીડિયો
  • ધોળકા વિધાનસભા બેઠકના બૂથનો વીડિયો વાયરલ


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 50.51  ટકા મતદાન નોંધાયું હતું. આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મતદાને લઈ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જો કે, મતદાન એ ગુપ્ત રીતે કરવાનો હોય છે પરંતુ મતદાન કરતાનો વીડિયો વાયરલની ઘટનાઓ સામે આવી છે. કપડવંજના ચરેડમાં ભાજપે અટકાવ્યું મતદાન 

કપડવંજના ચરેડમાં ભાજપે અટકાવ્યું મતદાન 
કપડવંજના ચરેડમાં ભાજપે મતદાન અટકાવ્યું છે. કોંગ્રેસ પર EVMમાં નિશાન કરવાનો આરોપ લગાવવામાં આવે છે. નિશાનના આધારે મત નાખવા સૂચન કરાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. ભાજપ ઉમેદવાર રાજેશ ઝાલાએ મતદાન અટકાવ્યું છે. તેઓ ઘટના સ્થળે પહોંચી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.

ધોળકા બેઠકના બૂથનો વીડિયો
અમદાવાદના ધોળકા-58 વિધાનસભા બેઠકના બૂથનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મતદાતા બૂથ પર જઇ મતદાન કરતોનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં ઉમેદવારને મત આપતો જોવા મળે છે

ગોધરામાં મત આપતો વીડિયો વાયરલ
ગોધરા ભાજપના ઉમેદવારને મતદાન કરતો ઇવીએમનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ગોધરા વિધાનસભા બેઠકના ઉમેદવારના નિશાન આગળ  બટન દબાવતાનો વિડિયો જોવા મળે છે. ભાજપના સમર્થક મતદાર દ્વારા જ આ વિડીઓ વાયરલ  કરવામાં આવ્યો હોવાની શક્યતા જણાઈ રહી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Election Gujarat election 2022 Voting viral video બીજા તબક્કાનું મતદાન Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ