TV ઇન્ડસ્ટ્રીમાં ઘણા દિવસોથી કોઇને કોઇ કારણસર ઉથલ પાથલ મચેલી રહે છે. હાલમાં જ કરણ મેહરા વિરુદ્ધ તેની પત્નીએ કેસ નોંધાવ્યો છે ત્યારે પર્લ વી પુરી પણ પોલીસથી બચી શક્યો નથી.
નાગિનના આ એક્ટરની ધરપકડ
મહિલાએ કરી એક્ટર વિરુદ્ધ ફરિયાદ
પોલીસ કસ્ટડીમાં છે એક્ટર
કરણ મેહરાની પત્ની નિશા રાવલે આરોપ લગાવ્યો હતો કે કરણ તેની સાથે મારપીટ કરી રહ્યો છે અને ડોમેસ્ટિક વાયોલન્સના કારણે કેસ નોંધાવ્યો હતો. બાદમાં તેની ધરપકડ પણ થઇ હતી અને હવે પર્લ વી પુરી કે જે નાગીનથી ખુબ ફેમસ થયો છે તેની ધરપકડ કરવામાં આવી છે.
પર્લ વી પુરીને દુષ્કર્મના આરોપમાં પકડવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ પર્લ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ કરવા તે મહિલા અને તેના પરિવારના લોકો આવ્યા હતા. 4 જૂનના રોજ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પર્લ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આ સિવાય કોઇ જાણકારી સામે આવી નથી.
ઓક્ટોબર 2020માં પર્લ વી પુરીના પિતાનું નિધન થઇ ગયુ હતુ અને એક્ટર ત્યારે શૂટિંગમાં વ્યસ્ત હતો. તેણે 2013માં એક્ટિંગની શરૂઆત કરી હતી. 2013માં દિલ કી નઝર સે ખુબસુરત સાથે ડેબ્યુ કર્યુ હતુ.
બાદમાં પર્લે નાગાર્જુન એક યોદ્ધા, બેપનાહ પ્યાર, નાગિન 3 અને બ્રહ્મરાક્ષસ 2 જેવી સિરીયલમાં પણ કામ કર્યુ હતુ.
કરણ મેહરા વિરુદ્ધ પણ ફરિયાદ
નૈતિક સિંઘાનીયા તરીકે ઘર ઘરમાં જાણીતો બનેલો કરણ મેહરા અને અક્ષરા તરીકે જાણીતી બનેલી હીના ખાન. બંનેની જોડીને લોકો ખુબ પસંદ કરતા હતા. બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી હતી અને તે સિરીયની TRPની આસપાસ કોઇ આવી શકે તેમ નહોતું.
કરણ મહેરાને સોમવારે રાત્રે પોલીસે અરેસ્ટ કરી લીધો છે. કરણની રિયલ લાઇફ પત્ની નશા રાવલે વિવાદ બાદ ગોરેગાંવ એરિયામાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઇ પોલીસના કહ્યાં અનુસાર કેસ ફાઇલ કરી લેવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
લગ્નજીવનમાં ભંગાણ
નિશા અને કરણની વાત કરીએ તો બંને વચ્ચે તિરાડ પડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. નિશાએ આ વાતને પાયા વગરની ગણાવી હતી. નિશા અને કરણ 2012માં લગ્નના બંધનથી બંધાયા હતા અને કપલનો એક દિકરો છે. તેનું નામ કવિશ છે અને નિશા તેના દિકરા સાથે સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. બંનેની જોડીને ફેન્સ પણ ખુબ પસંદ કરે છે.