બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The veteran leader of Gujarat has been given a big responsibility in Karnataka

Karnataka elections / ગુજરાતના દિગ્ગજ નેતાને ચૂંટણી પહેલા કર્ણાટકમાં અપાઈ મોટી જવાબદારી, કોંગ્રેસ પણ છે જોરદાર ટક્કરના મૂડમાં

Mahadev Dave

Last Updated: 08:21 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક રાજ્યમાં ચાલુ સાલ ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને કર્ણાટકના ચૂંટણી સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપાય છે.

  • કર્ણાટકમાં ચૂંટણીના આગમનને લઈને ભાજપ દ્વારા તૈયારીનો ધમધમાટ
  • આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના શિરે કર્ણાટકના ચૂંટણી સહ-પ્રભારી તરીકેની જવાબદારી

ચાલુ સાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કર્ણાટકમાં ચૂંટણીના આગમનને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીનો ધમધમાટ આદરી દીધો છે. ભાજપએ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે તે રાજ્યમાં પોતાના પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરવાનું શરૂ કરી દીધું છે. આ તમામ વચ્ચે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને કર્ણાટકના ચૂંટણી સહ-પ્રભારી તરીકે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. વધુમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને ચૂંટણી સહ-ઈન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.


એપ્રિલ માસમાં ચૂંટણી યોજાય તેવા ભણકારા
ભાજપે આ મામલે નિમણુક પાત્રો જાહેર કરી સત્તાવાર રીતે જાહેરાત કરી છે.આવી સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોને કારણે ભાજપ આ ચૂંટણીમાં કર્ણાટકમાં પોતાના દમ પર સત્તા પર આરૂઢ થશે. ભાજપના તમમાં આગેવાનો અનેક કાર્યકરો એક એકજૂટ છે. મહત્વનું છે કે આ ઉપરાંત તેમણે એપ્રિલ પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા પણ દર્શાવી છે.

એ દિવસો ગયા જેમાં..

વધુમાં તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ગામડે ગામડે અને લોકોના ઘરે-ઘરે પહોંચાડવા આહ્વાન કર્યું હતું. વધુમાં મહિલાઓ, યુવાનો અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ સમુદાયનું સમર્થન મેળવવા મહેનતમાં લાગી જવા હુંકાર કર્યો છે. વધુમાં  તેઓએ ઉમેર્યું કએ કોંગ્રેસના એ દિવસો ગયા જેમાં સત્તા મેળવવા માટે પૈસા, મસલ ​​પાવર અને જાતિવાદની રાજનીતિનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandaviya આરોગ્ય મંત્રી કર્ણાટક ચૂંટણી મનસુખ માંડવીયા સહ પ્રભારી Karnataka elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ