બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 10:55 AM, 24 November 2021
ADVERTISEMENT
ભારતમાં યુવાનો ક્યાંય પણ જવા માટે ટુવ્હીલર કે ફોર વ્હીલરનો ઉપયોગ સામાન્ય રીતે કરતા હોઇએ છીએ. વિદેશમાં જ્યારે તમે જાઓ છો ત્યારે ક્યાંય જવું હોય તો ચાલતા કે પછી પબ્લિક ટ્રાંસપોર્ટમાં તમારે જવુ પડે છે કારણકે ત્યાં તમને ડ્રાઇવિંગ લાયસન્સ નથી મળ્યુ હોતું, પણ તમે જાણો છો કે 15 એવા દેશ છે જ્યાં ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમે તે દેશમાં ડ્રાઇવ કરી શકો છો.
ઓસ્ટ્રેલિયા
આ દેશમાં ભારતનું ડ્રાઇવિંગ લાયસન્સ હશે તો તમને ડ્રાઇવ કરવાની અનુમતિ મળશે. તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજીમાં હોવુ જરૂરી છે. ખાસ વાત તે છે કે આ દેશમાં તમે ભારતીય રસ્તાઓની જેમ ડાબી બાજુ જ ડ્રાઇવ કરી શકો છો.
ADVERTISEMENT
જર્મની
ઑટોમોબાઇલનો દેશ કહેવામાં આવતો જર્મનીના રસ્તા પર ગાડી ચલાવવી સૌથી સારા અનુભવોમાંથી એક હોય છે. તમે ભારતીય લાયસન્સ પર કુલ 6 મહિના ડ્રાઇવ કરી શકો છો. તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ અંગ્રેજીમાં હોવુ જરૂરી છે.
ન્યૂઝીલેન્ડ
ક્રિકેટ ગ્રાઉન્ડ પર કીવિયો સાથે મુકાબલો તો જોયો હશે પરંતુ તે દેશના રસ્તા પર ગાડીઓ ચલાવવી તે સૌભાગ્યની વાત છે. નાના-મોટા દ્વીપથી બનેલા આ દેશમાં ભારતીય લાયસન્સ પર તમે 1 વર્ષમાટે ગાડી ચલાવી શકો છો.
યુનાઇટેડ કિંગડમ
આ દેશને યુકે,બ્રિટાનીયા કે બ્રિટન નામથી ઓળખવામાં આવે છે. આ દેશમાં તમે તમારા લાયસન્સ પર 1 વર્ષ સુધી ડ્રાઇવ કરી શકો છો.
સ્વિટ્ઝરલેન્ડ
દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવતો દેશ એટલે સ્વિટ્ઝરલેન્ડ. આ દેશની 60 ટકા જમીન એલપ્સ પહાડોથી ઢંકાયેલી છે. ત્યાંના નિયમ અનુસાર તમે ઇન્ડિયન ડ્રાઇવિંગ લાયસન્સ પર 1 વર્ષ માટે ડ્રાઇવ કરી શકો છો.
અમેરિકા
દુનિયાના સૌથી તાકતવાન મુલ્ક સંયુક્ત રાજ્ય અમેરિકામાં ડ્રાઇવ કરવાનો આનંદ જ કંઇક ઓર હોય છે. રોડ એક્સપ્લોરિંગ માટે તે સૌથી સારો દેશ છે. ત્યાંના નિયમો પ્રમાણે ભારતીય લાયસન્સ પર તમે 1 વર્ષ સુધી ડ્રાઇવ કરી શકો છો.
ફ્રાંસ
ફ્રાંસીસી એન્જીનની મજા તો તમે માણી હશે પરંતુ ઇન્ડિયન લાયસન્સના કારણે તમે ફ્રાંસના રસ્તાઓ પર પણ કાર ચલાવી શકો છો. 1 વર્ષ સુધી તમે આ દેશમાં ગાડી ચલાવી શકો છો. ખાસ વાત તે છે કે તમારુ લાયસન્સ ફ્રાંસીસી ભાષામાં અનુવાદિત હોવુ જોઇએ.
કેનેડા
ઉત્તરી અમેરિકાના આ દેશમાં કુલ 10 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ દેશમાં તમે ભારતીય લાયસન્સ હોવાને કારણે ડ્રાઇવ કરી શકાય છે.
તે સિવાય સિંગાપુર, ભૂટાન, દક્ષિણ આફ્રીકા, ફિનલેન્ડ, મોરેશિયસ, ઇટલી, નોર્વે જેવા દેશમાં પણ ડ્રાઇવ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.