The vaccine, which is set to launch in Britain next week, is good news for India
વેક્સિન /
બ્રિટનમાં જેની રસી આવતા સપ્તાહથી શરૂ થવાની છે તે કંપનીએ ભારત માટે આપ્યા સારા સમાચાર
Team VTV09:40 PM, 03 Dec 20
| Updated: 10:01 PM, 03 Dec 20
વૈશ્વિક ફાર્મા કંપની ફાઈઝરે આજે એક નિવેદનમાં કહયું હતું કે તે ભારતમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે
બ્રિટેનમાં મળી ચૂકી છે મંજૂરી
ઇમરજન્સી ઉપયોગ માટે મળી હતી મંજૂરી
ભારતમાં રસીને લઈને આપ્યું મહત્વનું નિવેદન
મહત્વનું છે કે બ્રિટેન દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો છે જેણે કોરોના સામેની લડાઈમાં કોઈ રસીને મંજૂરી આપી હોય, બ્રિટિશ સરકારે ફાઇઝર અને બાયોએન્ટેકની રસીને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.
આવતા સપ્તાહે રસી ઉપલબ્ધ થઈ જશે
બ્રિટેનના ડ્રગ નિયામક મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યૂલેરેટરી એજેન્સી એ આ રસીને મંજૂરી આપી દીધી છે અને માહિતી પ્રમાણે આ રસી આવતા અઠવાડિયા સુધીમાં બ્રિટેનમાં ઉપલબ્ધ થઇ જશે.
ભારત માટે મુશ્કેલ છે આ રસી
ફાઇઝર કંપનીએ ભલે કહ્યું હોય કે તે ભારત સરકાર સાથે મળીને કાયમ કરવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ હાલમાં ભારત સાથે તેનો કોઈ કરાર થયો નથી, અને આ રસી ભારતમાં લાવવી મુશ્કેલ છે.
તેના બે કારણો હોઈ શકે છે પ્રથમ તો એ કે આ રસી હાલની માહિતી પ્રમાણેની સૌથી મોંઘી રસી માંની એક બની શકે છે, જેનાથી સમગ્ર ભારતની જનતાને રસીકરણ કરવું મુશ્કેલ થઇ શકે છે અને બીજું તેને શૂન્ય નીચે માઇનસ 70 ડિગ્રી સુધીના તાપમાને જ સ્ટોર કરી શકાય છે જેની સુવિધા ભારતમાં ઉપલબ્ધ નથી ખાસ કરીને આંતરિયાળ ભારતના ગામડાઓમાં તેને પહોંચાડવી મુશ્કેલ બની જશે.