બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:41 PM, 12 December 2024
લગ્ન તે દરેક વ્યક્તિના જીવનનું મહત્વનું પાસું છે. લોકો પોતાના લગ્નને સ્પેશલ બનાવવા માટે અનેક વસ્તુ કરતા હોય છે. જો અત્યારના સમયના લગ્નની વાત કરીએ તો સૌથી વધુ દૂલ્હા-દુલ્હન પોતાની એન્ટ્રી એકદમ ધમાકેદાર કરવા માંગે છે, જેથી તે દરેક લોકો માટે યાદગાર બની જાય.એવું કહેવું ખોટું નહીં હોય કે ક્રિએટિવ એન્ટ્રી હવે ભારતીય લગ્નોમાં ટ્રેન્ડ બની ગઈ છે. તાજેતરમાં, લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કપલ રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'થી પ્રેરિત 'વોર મશીન ગન' પર બેસીને એન્ટ્રી લેતું જોવા મળ્યું હતું
ADVERTISEMENT
હાલમાં એક એવો જ વિડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી એવી અનોખી રીતે થઈ છે કે જેને જોઈને તમે દંગ રહી જશો. આ વિડિયો માત્ર બે અઠવાડિયામાં લગભગ 3 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. 30 લાખથી વધુ લોકોએ આ વિડિયો લાઈક કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
આ વિડીયોમાં, દરેક મહેમાન ઉત્સાહીથી દૂલ્હા-દુલ્હનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. દરેકના હાથમાં મોબાઈલ છે, જેથી તેઓ આ ક્ષણને રેકોર્ડ કરી શકે. અને પછી જોડીની એન્ટ્રી થાય છે. જેમાં પહેલા દુલ્હન "ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ" ફિલ્મના "ટોકિયો ડ્રિફ્ટ" ગીત પર એક ટોઈ કારમાં એન્ટ્રી લે છે, અને તેની એન્ટ્રીમાં તે મશીનની જેમ આગળ વધી રહે છે. તો વળી વરરાજા પણ બીજી ટોઈ કાર સાથે એન્ટ્રી કરે છે. પછી,તે પોતાની કારને દુલ્હનના કારની આસપાસ ફેરવીને નાચાતો હોય છે, જે વિડીયોનો મુખ્ય હાઇલાઇટ છે.
આ વિડીયો ટિકટોક પર @usedcarinspection નામના યુઝરે શેર કર્યો હતો . વિડીયો જાહેર થતાં જ તેને પર પ્રતિક્રિયા મળવા લાગી હતી. આજ સુધીમાં, આ વિડીયો લગભગ 2.8 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યો છે અને 3 મિલિયનથી વધુ લાઈક્સ મેળવી ચૂક્યો છે. એ ઉપરાંત, 14 હજારથી વધુ કમેન્ટસ કરવામાં આવી છે અને 8 લાખથી વધુ લોકોને આ વિડીયો શેર કરી દીધો છે.
આ પણ વાંચો : અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપના આ મહત્વના નિયમને કરશે નાબૂદ
વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી કે, વરરાજા જે રીતે પત્નીની આસપાસ ફરતો રહ્યો તે ચોક્કસપણે અનોખો હતો. અન્ય યુઝર કહે છે કે, આ વરરાજા પ્રો ડાઇવર નીકળ્યો. ત્રીજા યુઝરે કમેન્ટ કરી, તમે જે પણ કહો, તે ખૂબ જ ક્યૂટ એન્ટ્રી હતી
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.